ચૂંટણી બાદ કૈલાસ યાત્રાએ જવા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓ પાસે માંગી રજા
જન આક્રોશ રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પ્લેનમાં ગોટાળો હોવાનો દાવો કર્યો હતો
- 26 એપ્રીલે રાહુલનાં વિમાનમાં ટેક્નીકલ ગોટાળો થયો હતો
- ડીજીસીએએ તપાસ માટે બે સભ્યોની સમિતીની રચનાં કરી
- કર્ણાટક વિધાનસભાનું 12 મેનાં રોજ મતદાન થશે
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે દિલ્હીમાં જન આક્રોશ રેલીમાં વિમાનમાં થયેલી ટેક્નીકલ ખામીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, થોડા દિવસો પહેલા અમે કર્ણાટક જઇ રહ્યા હતા. પ્લેન ઝડપથી નીચે આવ્યું. આઠ હજાર ફુટ નીચે પડ્યું. મે વિચાર્યું, ચલો ગાડી ગઇ. પછી મારા મગજમાં આવ્યું કે, કૈલાશ માનસરોવર જવું છે. તેમણે કહ્યું કે, કર્ણાટકની ચૂંટણી બાદ મારે તમારી (10-15) દિવસની રજા જોઇએ જેથી હું કૈલાશ માનસરોવર જઇ શકું.
અત્રે ઉલ્લેખનીય છે કે, 26 એપ્રીલનાં રોજ કર્ણાટક જા સમયે રાહુલનાં વિમાનમાં ટેક્નીકલ ગડબડ થઇ હતી. નગર વિમાનન મહાનિર્દેશાલય (DGCA)એ આ ઘટનાની તપાસ કરવા માટે બે સભ્યોની સમિતીની રચના કરી છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે 12 મેનાં રોજ મતદાન થવાનું છે. તે અગાઉ કોંગ્રેસ નેતાઓએ નરેન્દ્ર મોદી સરકાર પર દેશને છેતરવાનો આરોપ લગાવતા કહ્યું કે, રાહુલનાં નેતૃત્વમાં જ દેશને યોગ્ય દિશામળશે. પાર્ટીની જન આક્રોશ રેલીમાં લોકસભામાં કોંગ્રેસનાં મુખ્ય સચેતક જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, પરિવર્તન લાવવું પડશે અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા પડશે. તેમણે કહ્યું કે, આજે મોદી સરકારમાં ચારેતરફ અરાજકતા છે. મહિલાઓ અસુરક્ષીત છે, ખેડૂતો પરેશાન છે, યુવાનો પરેશાન છે. પેટ્રોલ અને ડિઝલનાં ભાવ આભને આંબી રહ્યા છે. મોંધવારીથી જનતા ત્રાહી ત્રાહી કરી રહી છે અને સરકાર આંખ - કાન બંધ કરીને બેઠી છે. આ સરકારે દેશને છેતર્યો છે.
દેશમાં પરિવર્તનની આંધીનાં આશાર: સોનિયા
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર દેશની સંસ્થાઓને નબળી પાડવા અને વચનો પુરા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા કહ્યું કે, દેશમાં પરિવર્તનનો પવન ફુંકાઇ રહ્યો છે. પાર્ટીની જન આક્રોશ રેલીમાં સોનિયાએ કહ્યું કે, મોદી સરકારે દેશની સાથે વિશ્વાસ ઘાત કર્યો છે. મોદીજીએ જે વચનો આપ્યા, તે પુરા નથી થયા. પુર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, તમે લોકો (કાર્યકર્તા) જે ઉત્સાહ સાથે અહી આવ્યા છે તેનાંથી સાબિત થાય છે કે દેશમાં પરિવર્તનનો પવન ફંકાઇ રહ્યો છે.
દેશમાં હાલ પરેશાનીનો માહોલ છે. નાના વેપારીઓ, ખેડૂત, દલિત, આદિવાસી અને લઘુમતી તમામ પરેશાન છે. બે કરોડ નોકરીઓનું વચન આપવામાં આવ્યું, પરંતુ આજે યુવાન પરેશાન છે. તમામની સાથે છેતરપીંડી થઇ છે. તેમણે કહ્યું કે, મોદી સરકારની નીતિઓએ અર્થવ્યવસ્થાને ચોપટ કરી દીધી છે અને મોંઘવારી વધી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે