કરોડો લોકોને ઝટકો: બેંકમાં મિનિમમ બેલેન્સ રાખવા છતા ચુકવવો પડશે ચાર્જ !

બેંકો પાસે જીએસટી કાઉન્સિલ દ્વારા તમામ સર્વિસ માટે ટેક્સ માંગવામાં આવતા બેંકો સીધી ગ્રાહકો પાસેથી વસુલી શકે છે ચાર્જ

કરોડો લોકોને ઝટકો: બેંકમાં મિનિમમ બેલેન્સ રાખવા છતા ચુકવવો પડશે ચાર્જ !

નવી દિલ્હી : હવે બેંકમાં મિનિમમ બેલેન્સ રાખવા છતા પણ તમારે એકસ્ટ્રા ચાર્જ ચુકવવો પડી શકે છે. અત્યાર સુધી મિનિમમ બેલેન્સ નહી રાખનાર પાસેથી જ બેંક ચાર્જ વસુલતી હતી. ટેક્સ ડિપાર્ટમેન્ટે હાલમાં જ કેટલાક મોટી બેંકોને મિનિમમ બેલેન્સ મેનટેન કરનારા ગ્રાહકોને મફતમાં અપાતી સેવાઓ પર ટેક્સ ચુકવવા માટે કહ્યું છે. વિભાગે એસબીઆઇ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ, એક્સિસ, કોટક મહિન્દ્રા સહિતની વિવિધ બેંકોને ટેક્સ ચુકવવા માટે આદેશ આપ્યો છે. 
ટેક્સ ગત્ત તારીખો માટે માંગ્યો

હવે મિનિમમ બેલેન્સ મેઇનટેઇન કરવા છતા પણ તમારે એટીએમ ટ્રાન્ઝેક્શન, ફ્યુલ ચાર્જ, રિફંડ, ચેક બુક, ડેબિટ કાર્ડ વગેરેની સેવાઓ ફ્રીમાં નહી મળે. ટેક્સ વિભાગે આ ટેક્સ ગત્ત તારીખથી ચુકવવા માટે આદેશ આપ્યો છે. જે હજારો કરોડો રૂપિયા થવાનું અનુમાન છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGST)એ આ બેંકોને આ મુદ્દે કારણ દર્શક નોટિસ ફટકારી છે. આનોટિસ બીજી બેંકોને પણ મોકલવામાં આવી શકે છે. વિભાગે બેંકોને ગત્ત પાંચ વર્ષ માટે ટેક્સની ચુકવણીની માંગ કરી છે. કારણ કે, નિયમ અનુસાર પાંચ વર્ષ પહેલા સર્વિસ ટેક્સ માંગી શકાય નહી.

મિનિમમ બેલેન્સવાળા એકાઉન્ટ પર પણ ટેક્સ
ટેક્સ વિભાગનાં એક અધિકારીનાં અનુસાર મિનિમમ બેલેન્સ ધરાવતા એકાઉન્ટ પર પણ ટેક્સની માંગ તે જ આધાર પર કરવામાં આવી છે જે આધાર પર મિનિમમ બેલેન્સ નહી રાખનારા લોકો પર બેંક ચાર્જ વસુલે છે. સરળ ભાષામાં સમજીએ તો મિનિમમ એકાઉન્ટ બેલેન્સ રાખનાર ગ્રાહકોએ પણ ટેક્સ ચુકવવી પડશે. 

બેંક માટે આ છે ચિંતાનું મુખ્ય કારણ
બેંકોની સૌથી મોટી ચિંતા છે કે તે ગ્રાહકો પાસે પાંચ વર્ષનાં ટેક્સની ડિમાન્ટ કરી શકે તેમ નથી. જો કે જો તે ટેક્સને લગાવવામાં આવે છે તો આગળ જઇને તેનો બોઝ સીધો ગ્રાહકોએ ઉઠાવવો પડશે. બેંકોની પાસે વિકલ્પ છે કે તે DGGSTની ડિમાન્ડને પડકારી શકે છે. બેંક આ મુદ્દે સરકાર પાસે પણ અપીલ કરી શકે છે. આ માહિતી એક એવા બેંક અધિકારીએ આપી છે તેને પોતાને પણ નોટિસ મળી છે. અધિકારીનાં અનુસાર કેટલાકને નોટિસ મળી છે જ્યારે કેટલીક બેંકોને નોટિસ ઇશ્યુ કરવાની તૈયારી છે. 

બેંકોનું 6 હજાર કરોડ રૂપીયાનું ચુકવણું
એક્સિસ બેંકનાં પ્રવક્તાએ કહ્યું કે, અમને આ નોટિસ મળી છે. અમારી સમજ અનુસાર આ સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે આ મોટો મુદ્દો છે. કારણદર્શક નોટિસમાં જે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અમે તે અંગે હાલ નિષ્ણાંતોની સલાહ લઇ રહ્યા છીએ. આ નોટિસમાં જીએસટી લોન્ચ પીરિયડનાં સમયગાળાને પણ કવર કરવામાં આવ્યો છે. જ્યારે સર્વિસ ટેક્સ સિસ્ટમ લાગુ હતી. આ અધિકારીએ જણાવ્યું કે, બેંકો પર કુલ ટેક્સ લાયેબિલિટી 6 હજાર કરોડ રૂપિયા હોઇ શકે છે, પરંતુ બેંકોનું માનવું છે કે વાસ્તવિક રકમ તેનાં કરતા વધારે હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news