કમાલ છે ભાઈ-બહેનની આ જોડી, ભેગા મળીને ચલાવે છે સ્કૂટર, કારણ જાણી સલામ કરશો
રાજસ્થાનના ભીલવાડામાં ભાઈ બહેનની આ જોડી ખુબ જાણીતી છે. જે સ્કૂટર પર તમને હંમેશા એક સાથે જોવા મળશે. પરંતુ શું તમને એવું લાગે છે આ રીતે ખુશીથી ફરે છે. ના બિલકુલ એવું નથી. આ રીતે એક સાથે સ્કૂટર પર જવું એ તેમની મજબૂરી છે.
Trending Photos
રાજસ્થાનના ભીલવાડામાં ભાઈ બહેનની આ જોડી ખુબ જાણીતી છે. જે સ્કૂટર પર તમને હંમેશા એક સાથે જોવા મળશે. પરંતુ શું તમને એવું લાગે છે આ રીતે ખુશીથી ફરે છે. ના બિલકુલ એવું નથી. આ રીતે એક સાથે સ્કૂટર પર જવું એ તેમની મજબૂરી છે. જેનું કારણ એ છે કે ભાઈ એક હાથે દિવ્યાંગ છે. એકવાર લકવાના કારણે તેમનો જમણો હાથ એકદમ બેકાર થઈ ગયો હતો અને ત્યારથી તેઓ ટ્રાઈ સ્કૂટર ચલાવવામાં અક્ષમ થઈ ગયા. આવામાં બહેન તેમની મદદે આવી જેથી કરીને તેઓ સ્કૂટર ચલાવી શકે.
ભીલવાડાના શંકરલાલની છે આ કહાની
આ કહાની ભીલવાડામાં રહેતા શંકરલાલ કોલીની અને તેની બહેન મંગી બાઈની છે. વાત જાણે એમ છે કે એકવાર શંકરલાલને લકવો થઈ ગયો જેના કારણે જમણો હાથ કામ કરતો બંધ થઈ ગયો. પરંતુ તેમણે આ સ્થિતિમાં ગભરાઈને ઘરમાં બેસી રહેવાનું પસંદ કર્યું નહીં. તેઓ પહેલાની જેમ પોતાના દમ પર સ્કૂટર ચલાવીને બહાર અવરજવર કરવા માંગતા હતા.
બેકાર થઈ ગયો હતો હાથ
પહેલા તો સ્કૂટીનો ઉપયોગ કરીને તેઓ અવરજવર કરતા હતા પરંતુ હાથમાં લકવો થવાના કારણે સ્કૂટી ચલાવવું મુશ્કેલ થઈ ગયું. ત્યારબાદ તેમણે ટ્રાઈ સ્કૂટર લીધુ જેમાં સપોર્ટ માટે સાઈડમાં બે પૈડા લાગેલા છે. પરંતુ તેમાં પણ મુશ્કેલી એ હતી કે હાથ બેકાર થવાના કારણે ચલાવવું મુશ્કેલ થતું હતું. આવામાં તેમની બહેન મદદે આવી.
બહેન કરે છે મદદ
હવે શંકરલાલને ક્યાય પણ બહાર જવું હોય તો બહેન માંગીબાઈ પાછળ બેસી જાય છે અને શંકરલાલ ડાબા હાથથી સ્કૂટર ચલાવે છે અને માંગીબાઈ જમણા હાથથી સ્કૂટરને એક્સિલેટર આપે છે. આમ કરીને તેઓ પોતાની મંજિલ પર પહોંચે છે. ભાઈ બહેનની આ જોડી જ્યાંથી પણ પસાર થાય છે લોકો દંગ રહી જાય છે. પરંતુ બધા તેમની કહાની જાણે છે અને તેમની હિંમત અને ભાઈ બહેનનો પ્રેમ જોઈને પ્રશંસા કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે