રાજસ્થાનના રાજ્યપાલ સ્વાઇન ફ્લૂની ચેપટમાં, દિલ્હી ખસેડાયા

સ્વાઇન ફ્લૂની સારવાર માટે કેંદ્ર અને રાજ્ય સરકાર મોટા-મોટા દાવ કરી રહી છે, પરંતુ આ વખતે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહની ચપેટમાં આવી ગયા છે. જયપુરના રાજભવનમાં ડોક્ટરોની ટીમે ચેકઅપ બાદ રાજ્યપાલ કલ્યાણ સિંહને સ્વાઇન થયો હોવાની પુષ્ટિ કરી છે. ત્યારબાદ રાજ્યપાલને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

રાજસ્થાનના રાજ્યપાલ સ્વાઇન ફ્લૂની ચેપટમાં, દિલ્હી ખસેડાયા

નવી દિલ્હી/જયપુર: સ્વાઇન ફ્લૂની સારવાર માટે કેંદ્ર અને રાજ્ય સરકાર મોટા-મોટા દાવ કરી રહી છે, પરંતુ આ વખતે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહની ચપેટમાં આવી ગયા છે. જયપુરના રાજભવનમાં ડોક્ટરોની ટીમે ચેકઅપ બાદ રાજ્યપાલ કલ્યાણ સિંહને સ્વાઇન થયો હોવાની પુષ્ટિ કરી છે. ત્યારબાદ રાજ્યપાલને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. સોમવારે રાત્રે 11 વાગે સ્પેશિયલ વિમાન દ્વારા રાજ્યપાલ કલ્યાણ સિંહને દિલ્હી લાવવામાં આવ્યા જો કે રાજભવન સહિત ચિકિત્સા વિભાગના તમામ અધિકારી રાજ્યપાલને સ્વાઇન ફ્લૂની પુષ્ટિ કરવાનું ટાળી રહ્યું છે અને આ મુદ્દે મૌન સાધ્યું છે. રાજ્યપાલના ઓએસડી અજય શંકર પાંડે પણ કંઇ જાણકારી આપવાનું ટાળી રહ્યાં છે. 

જાણો શું છે સ્વાઇન ફ્લૂ
સ્વાઇન ફ્લૂ શ્વસનતંત્ર સાથે જોડાયેલી એક બિમારી છે. આ એ ટાઇમના ઇનફ્લુએંજા વાયરસથી ફેલાઇ છે. આ વાયરસને એચ 1 એન 1 ના નામે ઓળખવામાં આવે છે. આ એક સંક્રમણ બિમારી હોય છે. 

સ્વાઇન ફ્લૂ સંક્રમિત વ્યક્તિ જ્યારે ખાંસી અથવા છીંક ખાય છે હવામાં અથવા જમીન પર અથવા જે જગ્યા પર થૂંકે છે. તે વાયરસની ચપેટમાં આવી જાય છે. આ કણ હવાના માધ્યમથી અથવા કોઇને પણ અડકવાથી બીજા વ્યક્તિના શરીરમાં મોંઢા અથવા નાક દ્વારા પ્રવેશ કરી જાય છે. 

દરવજા, ફોન, કિબોર્ડ અથવા રિમોટ કંટ્રોલના માધ્યમથી પણ આ વાયરસ ફેલાય છે. જો વસ્તુઓનો ઉપયોગ કોઇ સંક્રમિત વ્યક્તિએ કર્યો હોય. તેના વાયરસ સૌથી વધુ ભૂંડમાં જોવા મળે છે, જેથી આ ફેલાય છે અને તેનું નામ સ્વાઇન ફ્લૂ આપવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news