શ્રીલંકાના કોચે ટીમ ઈન્ડિયાને ગણાવી નિડાસ ટ્રોફીની પ્રબળ દાવેદાર

શ્રીલંકાના કોચે ટીમ ઈન્ડિયાને ગણાવી નિડાસ ટ્રોફીની પ્રબળ દાવેદાર

કોલંબોઃ ભારતીય ટીમ મંગળવારે આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ત્રિકોણીય શ્રેણીના પ્રથમ ટી20 મેચમાં યજમાન શ્રીલંકા સાથે ટકરાશે. નિડાસ ટ્રોફી નામની આ શ્રેણીમાં ભારત, લંકા અને બાંગ્લાદેશની ટીમ ભાગ લઈ રહી છે.  બીસીસીઆઈએ વિરાટ કોહલી, ધોની, ભુવનેશ્વર કુમાર, બુમરાહ, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાને આરામ આપીને નવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. 

શ્રીલંકાના કોચ ચંડિકા હાથુરૂસિંઘાએ સોમવારે ભારતને ત્રિકોણીય ટી20 શ્રેણીમાં પ્રબળ દાવેદાર ગણાવી છે. ભલે ટૂર્નામેન્ટમાં ભારત બીજા સ્તરની ટીમ આથે આવ્યું છે, જેમાં કોહલી, ધોની અને ભુવનેશ્વર કુમાર જેવા સ્ટાર ખેલાડીઓ નથી. ભારતે હાલમાં જ લંકાને દ્વિપક્ષીય ટી20 શ્રેણીમાં પરાજય આપ્યો હતો. 

હાથુરૂસિંઘાએ ટૂર્નામેન્ટની પૂર્વ સંધ્યાએ કહ્યું, જો તમે રેકિંગના આધારે જુઓ તો ભારત ટૂર્નામેન્ટની મુખ્ય ટીમ છે તેથી સ્વાભાવિક રીતે અન્ય ટીમોની તુલનામાં તે ટાઇટલની પ્રબળ દાવેદાર છે. 

તેમણે કહ્યું, કોઈપણ ભારત માટે રમે, પરંતુ તે મજબૂત ટીમ હશે. અમારે સારી શરૂઆત કરવાની રહેશે, કારણ કે ઘરમાં અમે સારૂ પ્રદર્શન કરી રહ્યાં નથી. બાંગ્લાદેશની ગત શ્રેણીમાં અમે લગભગ માનસિક રૂપથી મજબૂત હતા. 

બાંગ્લાદેશ સામે સારી છે ટીમ શ્રીલંકા
શ્રીલંકાએ ભારત વિરુદ્ધ પોતાના ખરાબ રેકોર્ડ છતા બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે બંન્ને ટીમો વચ્ચે હાલના સાત ટી20 મેચમાં જીત મેળવી છે અને તે રેકિંગમાં ત્રીજા સ્થાને છે. જ્યારે શ્રીલંકા 8માં ક્રમે છે. 

કોહલી અને ધોનીને આ ટ્રોફી માટે આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માને ભારતના 15 સભ્યોનું સુકાન સોંપવામાં આવ્યું છે, અને ધવનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતના નિર્ધારિત ઓવરના બોલર ભુવનેશ્વર કુમાર, બુમરાહ, કુલદીપ યાદવ અને પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news