રડાવી દેતી રાજસ્થાનની કહાણી, અનાથ મીરાના ઘરે આખું ગામ મામેરું લઈને પહોંચ્યું
Rajasthan News : રાજસ્થાનના નેથરાણાનાં હનુમાનગઢમાં એક અનોખું મામેરું જોવા મળ્યું... મીરાંનાં માવતરમાં કોઈ જીવીત ન હોતા સમગ્ર ગામ તેની દીકરીઓનાં લગ્નમાં મામેરું ભરવા ઢોલ નગારા સાથે પહોંચ્યું હતું...
Trending Photos
Indian Wedding Tradition : સંસારમાં અલગ અલગ નજારા જોવા મળે છે. ક્યારેય એવા કિસ્સા જોવા મળે છે કે માનવતા મરી પરવારે છે. ત્યારે કેટલાક એવા પણ લોકો છે જેઓ ચારેતરફ માનવતા ફેલાવે છે. પ્રેમની મીઠાશ ફેલાવે છે. આ લોકોને કારણે સંસારમાં માનવતા ટકી રહી છે. રાજસ્થાનના હનુમાન ગઢમાં એવા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા, આ દ્રશ્યો જોઈને તમારા આસું છલકાઈ જશે. રાજસ્થાનમાં એક પરિવારમા મોભી, પિતા અને ભાઈનું નિધન થયું, તો દીકરીઓના લગ્નમાં ગામના લોકોએ ભેગા થઈ મામેરું ભર્યું.
આખું ગામ મામેરામાં જોડાયું
બન્યું એમ હતું કે, હનુમાનગઢના નેથરાણામાં રહેતી મીરા દેવીના લગ્ન હરિયાણાના ફતેહબાદ જિલ્લામાં રહેતા મહાબીર માચરા સાથે થયા. હતા. લગ્ન બાદ મીરાના પરિવારમાં કોઈ પુરુષ ન બચ્યા. મહાબીર બાચરા અને તેમના પિતાનું નિધન થયુ હતું. તો બીજી તરફ મીરા દેવીના પિતા જોગારામ બેનીવાલનું પણ નિધન થયું હતું. મીરાના એકમાત્ર ભાઈ સંતલાલ અવિવાહીત હતા. પરંતુ તેઓએ સંત તરીકે દીક્ષા લીધી હતી.
હવે વાત આવી મીરાના પરિવારમાં લગ્નની. તેઓમાં ભાતની એક પરંપરા હોય છે, જે પરણિત યુવક અને યુવતીમાટે હોય છે. જેમાં મામા પોતાની બહેન અને તેની સાસરીવાળાના લોકોને ભેટસોગાદો તથા નગદ રૂપિયા આપે છે. મામા ન હોય તો નાના-નાની આ રિવાજ કરે છે. પરંતુ મીરા દેવીના દીકરીના લગ્નમાં પિયરથી આવનારું કોઈ ન હતું. તેઓ રાહ જોઈને બેસ્યા હતા, પરંતુ તેમને સપનામાં ય વિચાર્યું ન હતુ કે આ રિવાજ નિભાવવા આખું ગામ આવશે.
મંગળવારે મીરા દેવીએ દીકરીના મામેરાની વિધિ રાખી હતી. પરંતુ દીકરીના લગ્નમાં ભાત ભરવા માટે આખા ગામના લગભગ 700 જેટલા લોકો ઉમટી પડ્યા હતા. ભારે ઉત્સાહ સાથે ભાતિયોનું સ્વાગત કરવામા આવ્યુ હતું. આ જોઈ મીરા દેવી ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાંથી આસું નીકળી પડ્યા હતા.
ભાતની વિધિને લઈને અનોખો માહોલ જોવા મળ્યો હતો. લગભગ નેઠરાણાના બધા લોકો ભાતની વિધિમાં આવી પહોંચ્યા હતા, જાણે પોતાના ઘરનો જ પ્રસંગ ન હોય. મીરા દેવીએ તમામને તિલક લગાવી સ્વાગત કર્યુ હતું. તિલક લગાવવાની પરંપરામા જ લગભગ 5 કલાક લાગી ગયા હતા.
ત્યારે ભાતમાં તેની દીકરીઓને 10 લાખ રૂપિયા ભેગા થયા હતા. આ કિસ્સો હાલ સમગ્ર ભારતમા ચર્ચાઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે