પતિ પત્ની ઔર વો: અન્ય મહિલાનો મેસેજ અને ફોટા પતિના મોબાઇલમાં જોતા ભાંડો ફૂટ્યો

અમદાવાદમાં પતિ પત્ની ઔર વો નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથે છેલા કેટલાય વર્ષોથી સંબંધ હતો અને પોતાની પત્નીને પત્નીને અવારનવાર જુઠ્ઠું બોલીને અન્ય મહિલા સાથે રહેવા જતો રહેતો હતો. ઉપરાંત પોતાની પત્નીને માર પણ મારતો હતો જેથી મહિલાએ કંટાળીને રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોધાવી છે.   

Updated By: May 28, 2019, 08:56 PM IST
પતિ પત્ની ઔર વો: અન્ય મહિલાનો મેસેજ અને ફોટા પતિના મોબાઇલમાં જોતા ભાંડો ફૂટ્યો

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં પતિ પત્ની ઔર વો નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથે છેલા કેટલાય વર્ષોથી સંબંધ હતો અને પોતાની પત્નીને પત્નીને અવારનવાર જુઠ્ઠું બોલીને અન્ય મહિલા સાથે રહેવા જતો રહેતો હતો. ઉપરાંત પોતાની પત્નીને માર પણ મારતો હતો જેથી મહિલાએ કંટાળીને રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોધાવી છે. 

હાલ રામોલ પોલીસે મહિલાની ફરિયાદનાં આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1997માં સુનીલ કુમાર સાથે મંગલા શર્માના લગ્ન થયા. બાદમાં 2010માં સુનીલના મોબાઈલમાં કોઈ ઉષા મકવાણા નામની મહિલાનો મેસેજ અને ફોટો દેખતા મંગલાએ સુનીલને આ અંગે પૂછતા સુનીલે જણાવ્યું હતું કે આ ખરાબ સ્ત્રી છે અને ચરિત્રહીન છે જે તેને ફસાવવા માંગે છે.

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, ગુજરાતમાં નવરાત્રિનું વેકેશન રહેશે યથાવત

જો કે હકીકતે આ સુનીલે મહિલાને ફ્લેટ લઈ આપી કેટલાક સમય સુધી સાથે રહ્યો અને જયારે આ અંગેનો ભાંડો ફૂટ્યો ત્યારે પત્નીએ પતિને મદદ કરનારા પરિવાર વિરુધ ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે, કે પતિ પત્ની ઓર વો ના કિસ્સામાં પતિ વિરુદ્ધ પત્નીએ ફરિયાદ નોધાવી હતી.