1980થી રામ મંદિર નિર્માણ આંદોલન ચાલુ છે, જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી ચાલુ રહેશે: ભૈયાજી જોશી 

દેશમાં લોકસભા ચૂંટણી ઢૂંકડી  છે ત્યારે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યાં  બાદ આરએસએસના સહકાર્યવાહક ભૈયાજી જોશી સતત આ મામલે નિવેદનો આપી રહ્યાં છે.

1980થી રામ મંદિર નિર્માણ આંદોલન ચાલુ છે, જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી ચાલુ રહેશે: ભૈયાજી જોશી 

નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણી ઢૂંકડી  છે ત્યારે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યાં  બાદ આરએસએસના સહકાર્યવાહક ભૈયાજી જોશી સતત આ મામલે નિવેદનો આપી રહ્યાં છે. ભૈયાજી જોશીએ કહ્યું કે અને માનીએ છીએ કે સત્તામાં બેઠેલા લોકોને હાલ રામ મંદિરનો વિરોધ નથી. તેમની પ્રતિબદ્ધતાને લઈને અમે મનમાં કોઈ શંકા કરી શકીએ નહીં. 

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ભૈયાજી જોશીએ કહ્યું કે આરએસએસ 1980-90થી અયોધ્યાની ભૂમિ પર રામ મંદિરના નિર્માણ માટે સંઘર્ષ કરી રહ્યું છે. જ્યાં સુધી મંદિરનું નિર્માણ પૂરું ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલશે. તેમણે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ જેમ બને તેમ જલદી આ મુદ્દે ચુકાદો આપી દે. 

— ANI (@ANI) March 10, 2019

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રયાગરાજમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે  રામ મંદિર વર્ષ 2025માં બનશે. તેની પહેલા જોશીએ કુંભના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એવું લાગે છે કે કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવ્યાં બાદ પણ મોદી સરકાર રામ મંદિરના નિર્માણને લઈને કોઈ પહેલ કરશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news