અયોધ્યા વિવાદ

અમિત શાહે કર્યો પ્રહાર- કહ્યું: કોંગ્રેસ ચાલવા દેતી નથી અયોધ્યા વિવાદનો કેસ

દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)એ અયોધ્યામાં રામ મંદિર મુદ્દાને લઇને કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના લીધે અયોધ્યા વિવાદ વર્ષો સુધી લટકી રહ્યો. કોંગ્રેસ કોર્ટમાં કેસ ચાલવા દેતી ન હતી. 

Nov 21, 2019, 04:45 PM IST
all india muslim personal law board aimplb will file review petition PT4M23S

અયોધ્યા: સુપ્રીમના ચુકાદા સામે પુર્નવિચાર અરજી, જુઓ વીડિયો

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુર્નવિચાર અરજી દાખલ કરવાનો છે. (AIMPLB)એ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી. AIMPLBએ કહ્યું કે જન્મસ્થળને ન્યાયિક વ્યક્તિ ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે ત્યાં નમાજ પઢાતી હતી. ગુંબજ નીચે જન્મસ્થળનું પ્રમાણ નથી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી નથી. AIMPLBએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને મુદ્દે સમજ બહાર છે. AIMPLBએ એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવશે. AIMPLB પુર્નવિચાર અરજી દાખલ કરશે.

Nov 17, 2019, 09:40 PM IST

અયોધ્યા: સુપ્રીમના ચુકાદા સામે પુર્નવિચાર અરજી, AIMPLBએ કહ્યું-'ગુંબજ નીચે જન્મસ્થળના પુરાવા નથી'

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુર્નવિચાર અરજી દાખલ કરવાનો છે. (AIMPLB)એ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી.

Nov 17, 2019, 05:14 PM IST

અયોધ્યા: બીજે જગ્યા નથી મંજૂર, મુસ્લિમ લો બોર્ડ ચુકાદા અંગે પુર્નવિચાર અરજી દાખલ કરશે

સુપ્રીમ કોર્ટે (Supreme Court) અયોધ્યા મામલે (Ayodhya) ચુકાદો આપ્યા બાદ આજે લખનઉની મુમતાઝ કોલેજમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) કાર્ય સમિતિની બેઠક પૂરી થઈ ગઈ છે.

Nov 17, 2019, 04:16 PM IST
Muslim Party File Review Petition Against Ayodhya Case PT3M19S

અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષે મારી પલટી, સુપ્રીમના ચુકાદાને પડકારશે

અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષે પલટી મારી છે. અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડકારતી રિવ્યુ પિટિશન ફાઈલ કરવાનો નિર્ણય લીધો છે. રિવ્યુ પિટિશન માટેનો નિર્ણય લખનઉ સ્થિત શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમાની બેઠકમાં લેવાયો.

Nov 17, 2019, 11:30 AM IST
Muslim Party Will File A Review Petition On Ram Janmabhoomi PT3M59S

રામ જન્મભૂમિ મામલે મુસ્લિમ પક્ષ ફાઈલ કરશે રીવ્યુ પિટિશન

અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષે પલટી મારી છે. અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડકારતી રિવ્યુ પિટિશન ફાઈલ કરવાનો નિર્ણય લીધો છે. રિવ્યુ પિટિશન માટેનો નિર્ણય લખનઉ સ્થિત શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમાની બેઠકમાં લેવાયો.

Nov 17, 2019, 10:20 AM IST
Ayodhya verdict 08 11 2019 PT12M59S

અયોધ્યા મુદ્દે સૌથી મોટા સમાચાર: આવતી કાલે આવશે ચુકાદો...

અયોધ્યા મુદ્દે સૌથી મોટા સમાચાર: આવતી કાલે ચુકાદો આવશે. જો કે ચુકાદાને ધ્યાને રાખી ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર દેશમાં ખુબ જ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

Nov 8, 2019, 10:30 PM IST

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 કલાકે સંભળાવશે ચૂકાદો

ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરમી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ કરવામાં આવી હતી. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.

Nov 8, 2019, 09:31 PM IST

Ayodhya Case: રામ મંદિર વિવાદ કેસ ચૂકાદા પૂર્વે CJI ની ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ

અયોધ્યા રામ મંદિર (Ram Mandir) વિવાદ કેસના (Ayodhya case) ચૂકાદાને પગલે અયોધ્યામાં (Ayodhya dispute) સઘન સુરક્ષા (Ayodhya Security) ગોઠવી દેવાઇ છે. શ્રી રામલલાની ગલીઓમાં પોલીસે બેરિકેડિંગ ગોઠવી દેવાયા છે. અયોધ્યાના સીઓ અમરસિંહનું કહેવું છે કે અયોધ્યા અતિ સંવેદનશીલ છે. કાર્તિક પૂર્ણિમા સ્નાન પહેલાથી જ શ્રધ્ધાળુઓનો ઘસારો ચાલુ છે. આવામાં તંત્ર કોઇ પણ ચૂક કરવા નથી ઇચ્છતું.

Nov 8, 2019, 01:07 PM IST

RSSએ કહ્યું- રામ મંદિર પર જે પણ નિર્ણય આવે, બધાએ ખુલા મનથી સ્વાગત કરવું જોઈએ

સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણયને જોતા અયોધ્યામાં સુરક્ષાદળોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ સાથે યૂપી પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. 
 

Oct 30, 2019, 10:29 PM IST

અયોધ્યા કેસ: ચુકાદો લખવામાં વ્યસ્ત CJI રંજન ગોગોઈએ કર્યો વિદેશ પ્રવાસ રદ

અયોધ્યા કેસ (Ayodhya Case)ની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. 6 ઓગસ્ટથી શરૂ થયેલી નિયમિત સુનાવણી 40 દિવસ સુધી સતત ચાલ્યા બાદ 16 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઇ ગઇ છે

Oct 17, 2019, 10:27 AM IST
Samachar Gujarat 17102019 PT22M46S

સમાચાર ગુજરાત: જુઓ મહત્વના સમાચાર એક જ ક્લિકમાં

સુપ્રીમ કોર્ટે 40 દિવસની સુનાવણી પછી બુધવારે રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 70 વર્ષ જૂના અયોધ્યા કેસમાં પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી પાંચ ન્યાયાધિશની બંધારણીય બેન્ચે 6 ઓગસ્ટના રોજ આ કેસમાં રોજે-રોજ સુનાવણી હાથ ધરી હતી. આ અગાઉ અદાલત દ્વારા નિમવામાં આવેલી મધ્યસ્થતા પેનલ કેસનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી હતી.

Oct 17, 2019, 08:35 AM IST

અયોધ્યા કેસ: સુપ્રીમ કોર્ટમાં છેલ્લા ચાર દિવસની સુનાવણી આજથી શરૂ થશે, જિલ્લામાં કલમ 144 લાગુ

રામજન્મભુમિ વિવાદનો ચુકાદો આવવાનો છે ત્યારે કલમ 144 લાગુ, મોટા પ્રમાણમાં સુરક્ષાદળોનો ખડકલો કરી દેવાયો, ફરીએકવાર જમ્મુ કાશ્મીર જેવી કડક વ્યવસ્થા

Oct 14, 2019, 12:04 AM IST

અયોધ્યા કેસ Live: 'ખોદકામમાં મળ્યો કમળનો આકાર... તે બંધારણ મંદિરનું જ હતું'

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં 36માં દિવસની સુનાવણીમાં હિન્દુ પક્ષોના આજ તેમની ક્રોસ-તપાસ કરવાની છે. આ પૃષ્ઠભૂમિમાં મુસ્લિમ પક્ષની ચર્ચાનો જવાબ આપતા રામલલા વિરાજમાનની તરફથી વરિષ્ઠ વકિલ સી એસ વૈદ્યનાથને ASIની રિપોર્ટ પર દલીલ કરી હતી

Oct 3, 2019, 03:18 PM IST

બાબરી વિધ્વંસ કેસ: કલ્યાણસિંહ પર કાવત્રા હૈઠળ વૈમનસ્ય ફેલાવવાનો ખટલો ચલાવ્યો, જામીન મંજુર

અયોધ્યામાં વિવાદિત ઢાંચા મુદ્દા ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને (Kalyan Singh) સીબીઆઇ વિશેષ કોર્ટથી જામીન મળી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને 2 લાખ રૂપિયાના જાતજામીન પર આપી દીધી છે. આ અગાઉ કોર્ટે આ મુદ્દે કલ્યાણ સિંહની વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. કલ્યાણ સિંહ પર આઇપીસીની કલમ 153એ, 153બી, 195એ , 505 અને 120બી હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ કલમ 147 અને 149ની કલમ અન્ય આરોપીઓ પર લાગી છે.

Sep 27, 2019, 05:01 PM IST

અયોધ્યા કેસ: CJIએ નારાજ થઇ કહ્યું, શું આપણે મારા રિટાયર થવા સુધી સુનાવણી કરીશું?

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની 32માં દિવસની સુનાવણી ચાલુ થતા જ એક વકીલે કહ્યું કે, અમારો નિર્મોહી અખાડાની આંતરિક રીતે જમીનનાં અધિકાર મુદ્દે ઝગડો છે

Sep 26, 2019, 04:59 PM IST

અયોધ્યા: મધ્યસ્થા અને સુનાવણીની પ્રક્રિયા એક સાથે થશે, 18 ઓક્ટોબર સુધીમાં આપવો પડશે રિપોર્ટ

સીજેઆઇએ આ મામલે પક્ષકારોને મધ્યસ્થાતા પ્રક્રિયા શરૂ કરવાની માગ પર કહ્યું કે, જો 2 પક્ષ એકબીજા સાથે મધ્યસ્થતાના માધ્યમથી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરવા ઇચ્છે છે તો તેઓ કરી શકે છે

Sep 18, 2019, 02:22 PM IST

અયોધ્યા કેસ: CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં દલીલો પૂર્ણ કરો, ચુકાદો લખવા માટે અમને 4 અઠવાડિયાની જરૂર છે

સુપ્રીમ કોર્ટના બંધારણીય બેંચમાં અયોધ્યા કેસની 26 મી દિવસની સુનાવણી દરમિયાન, ચીફ જસ્ટિસના સૂચનાઓની પૃષ્ઠભૂમિમાં તમામ પક્ષકારોએ કેસ અંગે તેમની દલીલોની સમયમર્યાદા જણાવી હતી

Sep 18, 2019, 12:52 PM IST

અયોધ્યા કેસ: '1934થી અમને ત્યાં નમાઝ માટે જવા દેવામાં આવ્યા નથી... હિન્દુઓની પૂજા કરતા રહ્યા'

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠમાં 18માં દિવસે સુનાવણીમાં મુસ્લિમ પક્ષની તરફથી વરિષ્ઠ વકિલ રાજીવ ધવને તેમની દલીલો રજૂ કરતા કહ્યું કે, કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમો ત્યા નમાજ નથી પઢતા. હકિકત તો એ છે કે, 1934થી અમને ત્યાં જવા દેવામાં આવ્યા નથી

Sep 3, 2019, 02:40 PM IST

અયોધ્યા કેસ : 'પૂજા માટે થતી ભગવાનની પરિક્રમા પુરાવો હોઈ શકે નહીં'

અયોધ્યા કેસના 17માં દિવસે આજે મુસ્લિમ પક્ષકાર રાજીવ ધવને દલીલો રજુ  કરી. દલીલની શરૂઆત કરતા તેમણે કહ્યું કે હું મારી દલીલો શરૂ કરતા પહેલા માફી માંગવા માંગુ છું.

Sep 2, 2019, 03:20 PM IST