પુલવામા હુમલો: Relianceએ શહીદોના બાળકોના અભ્યાસ, નોકરી અને ઘર્ચ ખર્ચની જવાબદારી ઉપાડી
રિલાયન્સ ફાઉન્ડેશને પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ પૂરેપૂરી કૃતજ્ઞતા દાખવતા તેમના બાળકોના અભ્યાસ અને નોકરીની સંપૂર્ણ જવાબદારી લેવાની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: રિલાયન્સ ફાઉન્ડેશને પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ પૂરેપૂરી કૃતજ્ઞતા દાખવતા તેમના બાળકોના અભ્યાસ અને નોકરીની સંપૂર્ણ જવાબદારી લેવાની જાહેરાત કરી છે. આ સાથે જ રિલાયન્સે કહ્યું છે કે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારોના ઘરખર્ચની જવાબદારી લેવા માટે પણ રિલાયન્સ ફાઉન્ડેશન તૈયાર છે.
રિલાયન્સ તરફથી જારી કરાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે જમ્મુ અને શ્રીનગર હાઈવે પર સીઆરપીએફના કાફલા પર થયેલા બર્બર આતંકી હુમલાને લઈને આક્રોશમાં રિલાયન્સ પરિવાર ભારના 1.3 અબજ લોકોની સાથે છે. રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું કે દુનિયાની કોઈ પણ ખરાબ તાકાત ભારતની એક્તાને તોડી શકે નહીં.
રિલાયન્સે કહ્યું કે રાષ્ટ્રીય શોકની આ ઘડીમાં એક નાગરિક તરીકે અને આ સાથે જ એક કોર્પોરેટ સિટીઝન તરીકે અમે આપણી સશસ્ત્ર સેનાઓ અને આપણી સરકારની સાથે છીએ. રિલાયન્સ ફાઉન્ડેશને વધું લખ્યું છે કે શહીદો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા રિલાયન્સ ફાઉન્ડેશન તેમના બાળકોના અભ્યાસ અને રોજગાર તથા તેમના ઘર ખર્ચની પૂરી જવાબદારી ઉઠાવવા તૈયાર છે. જો જરૂર પડી તો અમારી હોસ્પિટલ ઘાયલ જવાનોની ઉત્મ સારવાર આપવા માટે પણ તૈયાર છે.
રિલાયન્સે લખ્યું છે કે જો સરકાર તેમને કોઈ જવાબદારી સોંપશે તો તેઓ ઉઠાવવા માટે તૈયાર છે. રિલાયન્સ ફાઉન્ડેશન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સહાયક સંસ્થા છે અને આ સંસ્થાના સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે