Rohit Bhati Death: સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું 25 વર્ષની વયે કાર અકસ્માતમાં દર્દનાક મોત

Rowdy Bhati Death in Car Crash: 25 વર્ષના એક લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું 22 નવેમ્બરની સવારે એક કાર અકસ્માતમાં મોત નિપજ્યું. અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર રોહિત ભાટી કે જેમને લોકો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રાઉડી ભાટી તરીકે જાણતા હતા.

Rohit Bhati Death: સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું 25 વર્ષની વયે કાર અકસ્માતમાં દર્દનાક મોત

Rowdy Bhati Death in Car Crash: 25 વર્ષના એક લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું 22 નવેમ્બરની સવારે એક કાર અકસ્માતમાં મોત નિપજ્યું. અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર રોહિત ભાટી કે જેમને લોકો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રાઉડી ભાટી તરીકે જાણતા હતા. રોહિત પોતાના મિત્રો સાથે કોઈ પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા અને સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ તેમની ગાડી ગ્રેટર નોઈડામાં એક ઝાડ સાથે અથડાઈ અને આ અકસ્માતમાં રોહિત પોતાનો જીવ ગુમાવી બેઠા.

કાર અકસ્માતમાં ગયો જીવ
પોલીસ કમિશનર આલોક સિંહના મીડિયા પ્રભારીનું કહેવું છે કે રોહિત ભાટી અને તેમના બે મિત્રો મોડી રાતે કોઈ પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા અને જ્યારે ગ્રેટર નોઈડાના ચુહડપુર અંડરપાસ પાસે પહોંચ્યા ત્યારે તેમની ગાડી એક ઝાડ સાથે અથડાઈ. રોહિત ભાટીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું જ્યારે તેમના મિત્રો આતિશ અને મનોજ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. 

કોણ હતા Rowdy Bhati?
જો તમે ન જાણતા હોવ કે આખરે આ રોહિત ભાટી કે જેમને રાઉડી ભાટી તરીકે લોકો ઓળખતા હતા તેઓ ગુજ્જર કમ્યુનિટીના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર હતા જે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતા હતા. ઈન્સ્ટાગ્રામ પર રોહિતના લગભગ એક મિલિયન જેટલા ફોલોઅર્સ છે અને તેઓ ખુબ એક્ટિવ પણ હતા. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

સોશિયલ મીડિયા પર  રોહિત ભાટીના અનેક વીડિયો તેમના મોતની ખબર બાદ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને તેમના ફેન્સને આ અકસ્માતથી મોટો ઝટકો લાગ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર રોહિતની ગાડીનો એક વીડિયો પણ જોવા મળી રહ્યો છે. જેમાં તેમનો અકસ્માત થયો છે અને અકસ્માત બાદ તેમની શું સ્થિતિ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news