5 હજાર કિમી દૂર રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધ, તેમછતાં પણ તમને સીધું 'નુકસાન', જાણો કેવી રીતે?
Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની સીધી અસર તમારા ખિસ્સા પર પણ પડશે. ભારતીય સરહદથી 5 હજાર કિમી દૂર યુદ્ધનું એલાન થતાં જ તેની અસર પ્રથમ દિવસે શેરબજારમાં ઘટાડા અને સોનાના ભાવમાં ઉછાળાના રૂપમાં જોવા મળી હતી. જોકે શુક્રવારે શેરબજારમાં રિકવરી જોવા મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની સીધી અસર તમારા ખિસ્સા પર પણ પડશે. ભારતીય સરહદથી 5 હજાર કિમી દૂર યુદ્ધનું એલાન થતાં જ તેની અસર પ્રથમ દિવસે શેરબજારમાં ઘટાડા અને સોનાના ભાવમાં ઉછાળાના રૂપમાં જોવા મળી હતી. જોકે શુક્રવારે શેરબજારમાં રિકવરી જોવા મળી રહી છે. આવનારા સમયમાં સ્થાનિક બજારમાં ઘણી વસ્તુઓ પર તેની અસર થવાની ખાતરી છે. ચાલો જાણીએ આવનારા સમયમાં બીજી કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે છે?
એલપીજી અને સીએનજી થશે મોંઘા
ભારત ગેસની જરૂરિયાત માટે નેચરલ ગેસ (LNG) ના રૂપમાં યુક્રેન પર નિર્ભર છે. સ્થાનિક માંગનો અડધો ભાગ યુક્રેનથી આવતા કુદરતી ગેસ દ્વારા સંતોષાય છે. લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધને કારણે કુદરતી ગેસના દરમાં વધારો થવાની ખાતરી છે. આ સાથે સીએનજી અને એલપીજીના ભાવમાં 10 થી 15 રૂપિયાનો વધારો થઈ શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે!
ક્રૂડ ઓઈલના ભાવ વધીને 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. અગાઉ 2014માં ક્રૂડ ઓઈલ 105 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. છેલ્લા અઢી મહિનામાં ક્રૂડના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. એવામાં પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારો નિશ્ચિત છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઓઈલ કંપનીઓ ચૂંટણી બાદ ભાવમાં 15 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે.
ખાદ્ય તેલ પણ થશે મોંઘુ
બંને દેશો વચ્ચેની લડાઈથી પાકના ઉત્પાદનને અસર પડશે. યુક્રેન અને રશિયા વિશ્વના ચોથા ભાગના ઘઉંની નિકાસ કરે છે. એવામાં સૂર્યમુખી, પામ અને સોયા તેલના સપ્લાય પર પણ અસર પડશે. ભારત તેની જરૂરિયાતના 90 ટકા તેલ યુક્રેન અને રશિયા પાસેથી આયાત કરે છે. અત્યાર સુધી ફેબ્રુઆરીમાં તેની બિલકુલ આયાત કરવામાં આવી નથી. ઓછી આયાતને કારણે બજારમાં ખાદ્યતેલના ભાવ વધવાની ખાતરી છે.
પેલેડિયમ થશે મોંઘું
જંગ જાહેર થયા બાદ કાર અને મોબાઈલમાં વપરાતી પેલેડિયમ મેટલની કિંમતમાં પણ વધારો થવાની આશા છે. યુક્રેનમાં તણાવને કારણે તેની કિંમત પહેલેથી જ વધી રહી છે. પેલેડિયમનું મોટાભાગનું ઉત્પાદન રશિયામાં થાય છે. તેની કિંમત વધવાની અસર મોબાઈલ ફોન અને કારની કિંમતના સ્વરૂપમાં થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે