Sachin Vaze ના શિવસેના, અર્નબ ગોસ્વામી કનેક્શન વિશે જાણો....

મુકેશ અંબાણીના ઘરની બહારથી વિસ્ફોટકો ભરેલી કાર મળી આવવાના કેસમાં NIA ની તપાસ હવે મુંબઈ પોલીસ તરફ ઘૂમી છે. જેમાં સીધી રીતે નિશાન પર આવ્યા છે મુંબઈ પોલીસના ચર્ચિત અધિકારી સચિન વઝે.

Sachin Vaze ના શિવસેના, અર્નબ ગોસ્વામી કનેક્શન વિશે જાણો....

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહારથી વિસ્ફોટકો ભરેલી કાર મળી આવવાના કેસમાં NIA ની તપાસ હવે મુંબઈ પોલીસ તરફ ઘૂમી ગઈ છે. જેમાં સીધી રીતે નિશાન પર આવી ગયા છે મુંબઈ પોલીસના ચર્ચિત અધિકારી સચિન વઝે (Sachin Vaze). 

થઈ રહી છે ચર્ચા
શનિવારે રાતે લાંબી પૂછપરછ બાદ સચિન વઝે (Sachin Vaze) ની NIA એ ધરપકડ કરી લીધી. ત્યારબાદથી રાજકારણ અને પોલીસ બેડામાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું સચિન વઝેને પત્રકાર અર્નબ ગોસ્વામી સાથે પંગો લેવો ભારે પડી ગયો? દબાતા અવાજે ભલે આ ચર્ચા થઈ રહી હોય પરંતુ આ ચર્ચા પાછળ કારણ પણ છે. અસલ કારણ જોણવા માટે આપણે એ દિવસ વિશે જાણીએ જ્યારે અર્નબની ધરપકડ થઈ હતી. 

નવેમ્બર 2020માં થઈ હતી અર્નબની ધરપકડ
4 નવેમ્બર 2020ના રોજ મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ કરી હતી. ત્યારે દેશભરમાં જનતાએ આ ધરપકડનો વિરોધ કર્યો હતો અને સાથે સાથે કેન્દ્રીય મંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી, સાંસદો અને ધારાસભ્યો સુદ્ધાએ આ ધરપકડની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તે સમયે ટ્વિટર ધરપકડ વિરોધી ટ્વીટથી ઊભરાઈ ગયું હતું. માત્ર શિવસેના અને મહારાષ્ટ્ર સરકારે જ મુંબઈ પોલીસની આ કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી અને અર્નબની ધરપકડ કરનારા સચિન વઝે અને તેમની ટીમને બિરદાવી પણ હતી. 

એન્ટિલિયા મામલે NIA કરી રહી છે તપાસ
આજે સમય બદલાયો છે. 14 માર્ચ 2021નો દિવસ છે. સચિન વઝેની ધરપકડ થઈ ચૂકી છે. એન્ટિલિયા સામે વિસ્ફોટકો રાખવાના કેસની તપાસ NIA કરી રહી છે. એક નજરે જોઈએ તો આ કેસ સીધે સીધો રાજ્યની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓનો છે. મામલો રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો છે. 

આવામાં એ સવાલ ઉઠી રહ્યો છે કે શું સચિન વઝે (Sachin Vaze) ને અર્નબ ગોસ્વામીની ધરપકડ મોંઘી પડી તો તેનો એક જવાબ આ પણ હોઈ શકે છે. જો કે આ જવાબને જ સંપૂર્ણ સત્ય માની લેવો જોઈએ નહીં. NIA એ કયા સંજોગોમાં સચિન વઝેની ધરપકડ કરી છે તેના ઉપર પણ એક નજર ફેરવી લઈએ. NIA એ જ્યારથી કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે ત્યારથી સચિન વઝેનું નામ સંદિગ્ધ તરીકે સામે આવી રહ્યું હતું. 

સચિન વઝે પર છે ગંભીર આરોપ
વિસ્ફોટકો ભરેલી કાર રાખવાના કેસમાં તેમની ભૂમિકા હોવાનો આરોપ છે. આ અગાઉ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાના નાતે સચિન વઝે (Sachin Vaze) પોતે આ કેસની તપાસ કરી રહ્યા હતા. 

સંદિગ્ધ કારના માલિક મનસુખ હિરેનના મોત બાદ તો સચિન વઝેની ભૂમિકા પર ગંભીર સવાલ ઉઠ્યા હતા. મનસુખ હિરેનની પત્નીએ પણ એફઆઈઆરમાં વઝેનું નામ લીધુ છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે વઝેને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચથી હટાવીને નાગરિક સુવિધા કેન્દ્રમાં ટ્રાન્સફર કર્યા હતા. 

શિવસેનામાં પણ રહ્યા છે સામેલ
ઘાટકોપર બોમ્બ વિસ્ફોટ કેસમાં સંદિગ્ધ ખ્વાજા યુનૂસનું કસ્ટડીમાં મોત થયું હતું. આ કેસમાં 3 માર્ચ 2004ના રોજ સચિન વઝેને 14 અન્ય પોલીસકર્મીઓ સાથે સસ્પેન્ડ કરી દેવાયા હતા. વર્ષ 2007માં તેમણે ફરીથી પોલીસ સેવામાં સામેલ થવા માટે અરજી કરી હતી. પરંતુ મહારાષ્ટ્ર સરકાર તરફથી અપીલ ફગાવવામાં આવ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધુ હતું. તેના થોડા સમય બાદ તેઓ શિવસેનામાં પણ જોડાઈ ગયા હતા. શિવસેનાના સત્તામાં આવતાની સાથે જ 6 જૂન 2020ના રોજ ફરીથી તેઓ પોલીસ બેડામાં સામેલ થઈ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news