West Bengal Election 2021: વ્હીલચેર પર મમતા બેનર્જીનો રોડ શો, ટ્વીટ કરીને જણાવી મોટી વાત
Trending Photos
કોલકાતા: નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એકવાર ફરીથી મેદાનમાં આવી ગયા છે અને વ્હીલચેર પર રેલી કરી રહ્યા છે. મમતા બેનર્જીએ કોલકાતાના માયો રોડથી વ્હીલચેર પર રોડ શોની શરૂઆત કરી. તેઓ હાજરા સુધી જશે. રેલી શરૂ કરતા પહેલા મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે જનતાનું દુ:ખ તેમને વધુ મહેસૂસ થાય છે.
રેલી પહેલા મમતા બેનર્જીની ટ્વીટ
કોલકાતામાં રેલી અગાઉ મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે અમે નિર્ભિક થઈને લડતા રહીશું. હું હજુ પણ ખુબ દર્દમાં છું. પરંતુ મને મારા લોકોના દર્દ વધુ મહેસૂસ થાય છે. પોતાની જમીનની રક્ષા કરવા માટે આ લડતમાં અમે ખુબ ખુબ સહન કર્યું છે અને અમે વધુ સહન કરીશું. પરંતુ અમે ક્યારેય કાયરની જેમ ઝૂકીશું નહીં.
#WATCH: West Bengal CM Mamata Banerjee holds a roadshow from Gandhi Murti in Kolkata to Hazra, on a wheelchair. #WestBengalElections2021 pic.twitter.com/s80gmk8Jbs
— ANI (@ANI) March 14, 2021
નંદીગ્રામથી ચૂંટણી લડવાનું કારણ જણાવ્યું
રેલી પહેલા મમતા બેનર્જીએ ટ્વીટ કરીને નંદીગ્રામથી ચૂંટણી લડવા માટેનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે 2007માં આજના દિવસે જ નિર્દોષ ગ્રામીણોને નંદીગ્રામમાં ગોળી મારીને મારી નખાયા હતા. અનેક લોકોને શબ પણ મળ્યા નહતા. તે રાજ્યના ઈતિહાસનો કાળો અધ્યાય હતો. જીવ ગુમાવનારા લોકોને હ્રદયથી શ્રદ્ધાંજલિ.
તેમણે વધુ એક ટ્વીટમાં કહ્યું કે નંદીગ્રામમાં પોતાના જીવ ગુમાવનારાઓની યાદમાં, અમે દર વર્ષે 14 માર્ચનો દિવસ કૃષક દિવસ (ખેડૂત દિવસ) તરીકે ઉજવીએ છીએ અને કૃષ્ણ રત્ન પુરસ્કાર આપીએ છીએ. ખેડૂત આપણું ગૌરવ છે અને અમારી સરકાર તેમના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહી છે.
અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે હું નંદીગ્રામના મારા ભાઈઓ અને બહેનોના પ્રોત્સાહનથી આ ઐતિહાસિક સ્થળથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે બંગાળ ચૂંટણી લડી રહી છું. અહીં હોવું અને બંગાળ વિરોધી તાકાતો વિરુદ્ધ શહીદ પરિવારોના સભ્યો સાથે કામ કરવું મારા માટે મોટા સન્માનની વાત છે.
We will continue to fight boldly!
I'm still in a lot of pain, but I feel the pain of my people even more.
In this fight to protect our revered land, we have suffered a lot and will suffer more but we will NEVER bow down to COWARDICE!
— Mamata Banerjee (@MamataOfficial) March 14, 2021
નંદીગ્રામમાં રેલી દરમિયાન મમતા બેનર્જીથી થઈ હતી ઈજા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામના બિરુલિયા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને કોલકાતાના એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મમતા બેનર્જીને ડાબી એડી અને પગના હાડકામાં ઈજા થઈ ત્યારબાદ તેમના પગ પર પ્લાસ્ટર લગાવવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ થશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે