સલમાન ખાનને જેલમાં ધકેલનાર બિશ્નોઇ સમાજનો ઇતિહાસ ઘણો રસપ્રદ...

બિન્નોઇ સમાજનાં 300 લોકોએ ઝાડનાં રક્ષણ માટે પોતાનાં પ્રાણની આહુતી આપી હતી: પ્રકૃતીને જ દેવ માને છે આ સમુદાય

  • અમૃતા દેવીનાં નામે આજે પણ અનેક એવોર્ડ આપે છે રાજસ્થાન સરકાર
  • બિન્નોઇ સમાજ હરણને પોતાનાં સંતાનોથી પણ વિશેષ માનતો આવ્યો છે
  • 1485માં ગુરૃ જમ્ભેશ્વર દ્વારા બિન્નોઇ સમાજની સ્થાપના કરાઇ હતી
  • કુલ 29 નિયમોનું પાલન કરતો હોવાથી બિસ(20) અને નોઇ (9) બિશ્નોઇ

Trending Photos

સલમાન ખાનને જેલમાં ધકેલનાર બિશ્નોઇ સમાજનો ઇતિહાસ ઘણો રસપ્રદ...

અમદાવાદ : કાળા હરણ મુદ્દે જોધપુરની એક કોર્ટે સલમાન ખાનને દોષીત ઠેરવતા પાંચ વર્ષની સજા ફટકારી છે. જો કે સલમાનને જેલમાં પહોંચાડવા માટે આખરી દમ સુધી લડી લેનાર બિન્નોઇ સમાજે મહત્વની ભુમિકા નિભાવી છે. પરંતુ બિશ્નોઇ સમાજ શું છે અને તે કાળા હરણ મુદ્દે કેમ આટલો જાગૃત છે તે પણ ઘણુ જાણવા જેવું છે. બિન્નોઇ સમુદાઇ કુલ 29 નિયમોનું પાલન કરતો સમાજ છે. બિસ (20) અને નોઇ(9 નવ)નો મિશ્રણ એટલે બિશ્નોઇ થાય છે. 1485માં ગુરૂ જમ્ભેશ્વર ભગવાને આની સ્થાપના કરી હતી. વન્યજીવોને આ સમાજ પોતાનાં પરિવાર સમાન માને છે. પર્યાવરણ સંરક્ષણમાં આ સમુદાયનો સિંહફાળો છે. આ સંપ્રદાયનાં લોકો જાતીઓમાં વિશ્વાસ નથી કરતા. માટે હિન્દુ - મુસ્લિમ બંન્ને ધર્મના લોકો આ સમુદાય સાથે જોડાયેલા છે. 
બિશ્નોઇ સમાજની મહિલાઓ હરણનાં બચ્ચાને પોતાનું બાળક માને છે. પ્રકૃતી માટે આ સમાજને એટલો પ્રેમ હોય છે કે જો કોઇ હરણનું બચ્ચું રખડતું મળી આવે તો આ સમાજની મહિલા તેને પોતાની સાથે પોતાનાં બાળકની જેમ જ સાચવીને રાખે છે. તેને પોતાનાં બાળકી જેમ જ દુધ પણ પીવડાવે છે. તે માં તરીકેની દરેક ફરજ પુરી કરે છે. 500 વર્ષથી આ સમુદાય પોતાની પરંપરા નિભાવતો આવે છે. આ સમાજનો પર્યાવરણ તેનાં પરથી સમજી શકાય કે 1736માં જોધપુર જિલ્લાનાં ખેજડલી ગામનાં 300 બિન્નોઇ વૃક્ષોની રક્ષા કરવા માટે શહિદ થયા હતા. ઝાડ કાપવા માટે આવેલા રાજાનાં માણસોને અટકાવવા તે ઝાડ સાથે બાથ ભડી ગયા. રાજાનાં સૈનીકોએ માણસો અને ઝાડ બંન્નેને કાપી નાખ્યા હતા. આ આંદોલનની નાયક અમૃતા દેવીનાં નામે આજે પણ રાજસ્થાન સરકાર અનેક પુરસ્કાર આપે છે. 
રાજસ્થાનનાં જોધપુર તથા બીકાનેરમાં મોટા પ્રમાણમાં આ સંપ્રદાયનાં મંદિર અને સથરિયા બનેલા છે. મુકામ નામનાં સ્થળ પર આ સંપ્રદાયનું મુખ્યમંદીર બનેલું છે. અહીં દર વર્ષે ફાગણ મહિનાની અમાસે ઘણો મોટો મેળો ભરાય છે. જેમાં હજારો લોકો ભાગ લે છે. આ સંપ્રદાયનાં અન્ય તિર્થસ્થળોમાં જાંભોલાવ, પીપાસાર, સંભરાથલ, જાંગલુ, લોહાવર, લાલસાર વગેરે તિર્થોનો સમાવેશ થાય છે. તેમાં જાંભોલાવ બિન્નોઇઓનું તીર્થરાજ તથા સંભરાથલ મથુરા અને દ્વારિકાનાં સમકક્ષ માનવામાં આવે છે. તે ઉપરાંત રાયસિંહ નગર, પદમપુર, ચક પીલીબંગા, સાંગરિયા, તન્દુરવાલી, શ્રીગંગાનગર, રિડમલસર, લખાસર, કોલાયત, લામ્બા સહિતનાં અનેક સ્થળો પર આ સંપ્રદાયનાં મંદિરો આવેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news