વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું નિધન, પુત્રીએ ભાવુક પોસ્ટ લખી આપી જાણકારી

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું નિધન થઈ ગયુ છે. તેમની પુત્રી અને અભિનેત્રી મલ્લિકા દુઆએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમની પોસ્ટ અનુસાર વિનોદ દુઆના અંતિમ સંસ્કાર કાલે થશે. 

Updated By: Dec 4, 2021, 06:05 PM IST
વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું નિધન, પુત્રીએ ભાવુક પોસ્ટ લખી આપી જાણકારી

નવી દિલ્હીઃ Vinod Dua Death News: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની ઉંમરે દિલ્હીમાં નિધન થયુ છે. તેમના પુત્રી અને અભિનેત્રી મલ્લિકા દુઆએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા નિધનની પુષ્ટિ કરી છે. વિનોદ દુઆના અંતિમ સંસ્કાર કાલે લોધી સ્મશાન ઘાટમાં થશે. 

મલ્લિકા દુઆએ પોતાના પિતાની એક તસવીર શેર કરી અને લખ્યુ- અમારા નિડર અને અસાધારણ પિતા, વિનોદ દુઆનું નિધન થયુ છે. તેમણે એક અદ્વિતીય જીવન જીવ્યુ, દિલ્હીની શરણાર્થી કોલોનીઓમાંથી 42 વર્ષ સુધી તેઓ પત્રકારત્વના શિખરને વધારતા હંમેશા સત્ય બોલતા રહ્યા. તે હવે અમારા માતા, તેમના પ્રેમાળ પત્ની ચિન્નાની સાથે સ્વર્ગમાં છે, જ્યાં તે ગીત, ભોજન બનાવવું, યાત્રા કરવી એક-બીજા માટે જારી રાખશે. 

વિનોદ દુઆને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને આ વર્ષે કોવિડ સંક્રમણ પણ થયુ હતું. પાછલા સપ્તાહે તેમને પોસ્ટ કોરોના વાયરસ જટિલતાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની પુત્રી મલ્લિકાએ એક સ્વાસ્થ્ય અપડેટ જાહેર કર્યુ હતું. 

67 વર્ષની ઉંમરે કહ્યુ અલવિદા
દેશના જાણીતા પત્રકાર વિનોદદુઆએ શનિવારે 67 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. દુઆએ અનેક ન્યૂઝ ચેનલમાં કામ કર્યુ હતું અને પત્રકારત્વના ક્ષેત્રમાં એક મોટુ નામ હતુ. તેમને પત્રકારત્વના મોટા સન્માન રામનાથ ગોયનકા પુરસ્કાર (Ramnath Goenka Award) થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પત્રકારત્વ માટે કરવામાં આવશે યાદ
વર્ષ 2008માં તેમને ભારત સરકાર દ્વારા પત્રકારત્મ માટે પદ્મ શ્રી સન્માન આપવામાં આવ્યું હતું. જૂન 2017માં પત્રકારત્મ ક્ષેત્રમાં તેમના જીવનભરની સિદ્ધિ માટે, મુંબઈ પ્રેસ ક્લબે તેમને રેડઇંક પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. 

આ પણ વાંચોઃ MSP ને લઈને મોટો નિર્ણય, કિસાનો તરફથી કમિટીમાં રહેશે આ 5 નેતા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube