X પર ડીપી બદલતા અનેક નેતાઓનું બ્લૂ અને ગોલ્ડન ટિક ગાયબ, જાણો કારણ

પહેલા ટ્વિટર અને હવે X નામથી ઓળખાતા સોશિયલ મીડિયા પર ડીપી બદલવાને કારણે ઘણા નેતાઓ અને મુખ્યમંત્રીઓએ પોતાનું ટિક ગુમાવી દીધુ છે. 

X પર ડીપી બદલતા અનેક નેતાઓનું બ્લૂ અને ગોલ્ડન ટિક ગાયબ, જાણો કારણ

નવી દિલ્હીઃ પહેલા ટ્વિટર અને હવે X તરીકે ઓળખાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડીપી બદલાવાને કારણે ભાજપના ઘણા નેતાઓએ તેમની બ્લૂ ટીક ગુમાવી દીધી છે. જેમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પાર્ટીના પ્રવક્તા સામેલ છે. બીજેપી નેતાઓએ હર ઘર તિરંગા અભિયાન હેઠળ ડીપી બદલી હતી. આ અભિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 77માં સ્વતંત્રતા દિવસ પહેલા શરૂ કર્યું હતું. આ અંતર્ગત લોકોને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ભારતીય ત્રિરંગો લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ પછી, ભાજપના તમામ નેતાઓએ તેમની પ્રોફાઇલ પિક્ચર બદલીને તિરંગા કરી દીધી છે.

આ નેતાઓના ટિક ગાયબ
પ્રોફાઇલ પિક બદલ્યા બાદ જે નેતાઓએ ગોલ્ડન ટિક ગુમાવ્યું છે, તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ભાજપનું સત્તાવાર એકાઉન્ટ, બીસીસીઆઈનું એકાઉન્ટ, આ તમામ પ્લેટફોર્મના બ્લૂ અને ગોલ્ડન ટિક ગાયબ થઈ ગયા છે. નોંધનીય છે કે એક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પોલિસી છે કે વાસ્તવિક નામ અને ડિસ્પ્લે ફોટોની સાથે વેરિફાઇડ એકાઉન્ટ ચાલે છે. 

પીએમનું ગ્રે ટિક યથાવત
નવા ક્રાઇટેરિયા પ્રમાણે હવે એક્સ મેનેજમેન્ટ આ નેતાઓની પ્રોફાઇલને ફરીથી રિવ્યૂ કરશે. જો બધુ ગાઇડલાઇન પ્રમાણે રહ્યું તો આ નેતાઓનું ગોલ્ડન ટિક રિસ્ટોર કરવામાં આવશે. નોંધનીય છે કે પીએમ મોદીએ પણ પોતાની ડીપી બદલી અને તિરંગો લગાવ્યો છે. પરંતુ તેમનું ગ્રે ટિક હટાવવામાં આવ્યું નથી અને તે યથાવત છે. નોંધનીય છે કે ગોલ્ડન ટિક એક વેરિફિકેશન માર્ક છે, જે તે સાબિત કરે છે કે એકાઉન્ટ રિયલ છે અને રિયલ વ્યક્તિ કે સંગઠન સાથે સંબંધ રાખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news