ગુરૂ નાનક જયંતી: SGPC એ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને મોકલ્યું આમંત્રણ
Trending Photos
નવી દિલ્હી : ગુરૂનાનક દેવનાં 550માં પ્રકાશોસ્તવ પ્રસંગે શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટી (SGPC) એ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ મોકલ્યું છે. એસજીપીસીએ પાકિસ્તાન ખાતેના પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. એસજીપીસીનાં ચેરમેન જીએસ લોંગોવાલે કહ્યું કે અમે ગુરૂનાનક દેવાનાં 550માં પ્રકાશોત્સવના પ્રસંગે ઇમરાન ખાનને પાકિસ્તાન ખાતે ગુરૂદ્વારા નાનકાના સાહેબથી ચાલુ થનારા કિર્નતમાં ભાગ લેવા માટે આમંત્ર આપ્યું છે. અમે પાકિસ્તાન પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પણ આમંત્રણ મોકલ્યું છે.
રદ્દ ટિકિટોમાંથી પણ ભારતીય રેલ્વેએ કરી 1536 કરોડ રૂપિયાની કમાણી !
550 શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જશે.
તેમણે જણાવ્યું કે, 25 જુલાઇના રોજ નનકાના સાહેબથી નગર કીર્તનની શરૂઆત થશે. તેમણે જણાવ્યું કે, આ સમારંભમાં ભાગ લેવા માટે 550 શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જશે. લોંગોવાલે કહ્યું કે, દેશની બહાર રહેનારા શીખોને પણ સમારંભમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
ભારત ફોરવર્ડ બેઝ પરથી હટાવે ફાઇટર પ્લેન, પછી અમે એરસ્પેસ ખોલીશું: પાકિસ્તાન
અમરિંદર અને બાદલને પણ મોકલવામાં આવ્યું આમંત્રણ
એસજીપીસી પ્રમુખે કહ્યું કે, નગર કિર્તન જ્યારે અટારી વાઘા બોર્ડર પર પહોંચશે તો ત્યાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરશે. તેમણે કહ્યું કે, બંન્નેને કાર્યક્રમમાં ભાગ લેવા માટેનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
MS Sirsa,Delhi Sikh Gurdwara Management Committee: Have invited Pak PM to Gurdwara Nankana Sahib (in Pak) prog on July25&are hopeful he'll accept it.We follow Guru Nanak Dev ji's philosophy,we believe it's a golden opportunity for Govts of both countries to create good atmosphere pic.twitter.com/C1gAyRHlA0
— ANI (@ANI) July 12, 2019
ભાજપનાં નેતાએ આઝમને ફાંસીએ લટકાવી દેવાની કરી માંગ, કારણ છે ચોંકાવનારુ
દિલ્હીના શીખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મનિંદર સિંહ સિરસાએ કહ્યું કે, અમે ગુરૂદ્વારા નનકાના સાહિબમાં 25 જુલાઇએ આયોજીતથનારા કાર્યક્રમમાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપ્યું છે. અમને આશા છે કે તેઓ તેનો સ્વિકાર કરશે. અમે ગુરૂનાનક દેવનાં દર્શનમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવીએ છીએ. અમારો વિશ્વાસ છે કે બંન્ને દેશો વચ્ચે સારુ વાતાવરણ બને. આ એક સારી તક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે