Shani Margi 2020: શનિની પનોતીથી બચવા માટે શનિવારે કરો આ મહાઉપાય

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિદેવ (Shani Dev)ને કર્મ તેમજ ન્યાયના દેવતા માનવામાં આવે છે. નવગ્રહોમાં શનિ એવા દેવતા જે, જે તમના સાધકોને કર્મોનું ફળ અવશ્ય આપે છે. શનિદેવ ભગવાન સૂર્ય તેમજ છાયાના પુત્ર છે. શનિદેવનો રંગ કાળો છે

Shani Margi 2020: શનિની પનોતીથી બચવા માટે શનિવારે કરો આ મહાઉપાય

નવી દિલ્હી: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિદેવ (Shani Dev)ને કર્મ તેમજ ન્યાયના દેવતા માનવામાં આવે છે. નવગ્રહોમાં શનિ એવા દેવતા જે, જે તમના સાધકોને કર્મોનું ફળ અવશ્ય આપે છે. શનિદેવ ભગવાન સૂર્ય તેમજ છાયાના પુત્ર છે. શનિદેવનો રંગ કાળો છે. જ્યોતિષ અનુસાર, શનિદેવ એક રાશિ (Zodiac)માં ત્રીસ મહિના સુધી રહે છે. જ્યારે શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે ચે. મકર તેમજ કુંભ રાશિના સ્વામી શનિદેવ 29 સપ્ટેમ્બર 2020થી તેમની ચાલમાં પરિવર્તન કરતા વક્રીથી માર્ગી થયા છે.

શનિના આ બદલાયેલી ચાલથી નિશ્ચિત રૂપથી કેટલાક જાતકોના જીવનમાં મુશ્કેલીઓ ઓછી થશે અન શુભ ભળ પ્રાપ્ત થવાનું શરૂ થશે. જ્યારે કેટલાકને જીવનમાં સમસ્યાઓનો કરવો પડશે. શનિના આ બદલાવની અસર કુલ 142 દિવસ સુધી 12 રાશિઓ પર જોવા મળશે. જો શનિદેવની બદલાયેલી ચાલથી તમારા જીવનમાં સમસ્યાઓ આવવા લાગી છે અને તમામ પ્રકારના કષ્ટ મળવાના શરૂ થઈ ગયા છે તો તમારે શનિવાર (Saturday)ના દિવસે નીચે આપેલા ઉપાયોને જરૂરથી કરવા જોઇએ.

શનિની પૂજા કરવાથી દૂર થશે શનિ દોષ
તમારા જીવનમાંથી શનિની પનોતી દૂર કરવા માટે શનિવારના દિવસે ભગવાન શિવની આરાધના વિધિ-વિધાન સાથે કરો. શિવ પૂજા કરતા સાધક પર શનિની કૃદ્રષ્ટિ પડતી નથી અને મહાદેવના આશીર્વાદથી તમામ શનિદોષ દૂર થઈ જાય છે. શનિદોષથી મુક્તિ મેળવવા માટે શનિવારના દિવસે શિવલિંગ પર 'ॐ नम: शिवाय' મંત્રનો જાપ કરવાની સાથે જળ અભિષેક કરો. ત્યારબાદ અતર, અક્ષત, ફૂલ વગેરે ચડાવો. સાથે જ ભગવાન શિવને કાળા તલ પણ અર્પણ કરો.

શનિની નાની પનોતી હોય કે સાડાસાતી હોય કે પછી શનિની મહાદશા, તેનો દુષ્પ્રભાવથી બચવા માટે ભગવાન શિવના મહામંત્ર અટલે કે મહામૃત્યુંજય મંત્ર (MahaMrityunjay Mantra)નો જાપ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. આ દિવ્ય મંત્રથી કાળ, રોગ, દુ:ખ તમામ દુર થઈ જાય છે. મંત્ર- 'ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारूकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात्॥'

મંત્ર જાપ કર્યા બાદ ભગવાન શિવ તેમજ શનિદેવની આરતી કરો. ધ્યાન રાખો કે ભગવાન શિવની આરતી શુદ્ધ દેશી ઘી અને કપૂરથી તથા શનિદેવની આરતી તેલના દીવાથી કરવી. આરતી બાદ ભગવાન શિવ તેમજ શનિદેવથી તમારા કષ્ટોને દૂર કરવાનો આગ્રહ અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ માંગો. શનિ પણ શિવ ભક્ત છે. એવામાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી શિવ અને શનિદેવની આ પૂજાથી નિશ્ચિત રૂપથી તમારા તમામ દુ:ખ દૂર થશે અને મનોકામનાઓ પૂરી થશે.

આ વાતનું રાખો ધ્યાન
ભગવાન શિવ અને શનિદેવની કૃપા મેળવવા માટે સત્ય અને સદાચારનું સંપૂર્ણ પાલન કરો. જો તમે કોઇને છેતરી રહ્યાં છો, પોતાનાથી નબળા લોકો (ખાસ કરીને મજૂર વર્ગ વગેરે) પર અત્યાચાર કરી રહ્યાં છો, ખરાબ કર્મોમાં સહભાગી રહો છો તો તમારી આ પૂજાનું ફળ નહી મળે અને શનિના દંડના ભાગી પણ બનવું પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news