મહારાષ્ટ્રઃ જેલમાં બંધ નવાબ મલિક પાસે પરત લેવાશે મંત્રાલય, પાર્ટી નેતાઓ સાથે શરદ પવારની બેઠક

નવાબ મલિક હાલ અર્થર રોડ જેલમાં બંધ છે. મલિકની ઈડીએ અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ મની લોન્ડ્રિંગ કેસમાં 23 ફેબ્રુઆરીએ ધરપડક કરી હતી. 

મહારાષ્ટ્રઃ જેલમાં બંધ નવાબ મલિક પાસે પરત લેવાશે મંત્રાલય, પાર્ટી નેતાઓ સાથે શરદ પવારની બેઠક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જેલમાં બંધ અલ્પસંખ્યક વિકાસ મંત્રી નવાબ મલિક પાસે જલદી મંત્રાલય પરત લેવામાં આવી શકે છે. નવાબ મલિક પાસે મંત્રાલય પરત લેવાને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે ગુરૂવારે પાર્ટીના અન્ય નેતાઓ સાથે એક મહત્વની બેઠક કરી છે. 

સૂત્રોએ જણાવ્યું કે બેઠક શરદ પવારના આવાસ પર થઈ અને તેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, મંત્રી જયંત પાટિલ, છગન ભુજબલ અને દિલીપ વાલસે પાટિલ અને વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે સામેલ થયા હતા. નવાબ મલિક હાલ અર્થર રોડ જેલમાં બંધ છે. મલિકની ઈડીએ અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ મની લોન્ડ્રિંગ કેસમાં 23 ફેબ્રુઆરીએ ધરપડક કરી હતી. 

સૂત્રોએ કહ્યું, 'પાર્ટીના નેતાઓએ મલિકના વિભાગો (એક-એક) નો પ્રભાર એનસીબીના બે અન્ય કેબિનેટ મંત્રીઓને આપવાના વિકલ્પ પર ચર્ચા કરી છે. એનસીપીએ મલિકની ધરપકડને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે અને વારંવાર કહ્યું કે, પાર્ટી દ્વારા તેમને મંત્રીમંડળમાંથી રાજીનામુ આપવા માટે કહેવાનો કોઈ સવાલ નથી. પરંતુ મુખ્ય વિપક્ષી દળ ભાજપ મલિકને મંત્રીમંડળથી બહાર કરવા માટે દબાવ બનાવી રહ્યાં છે.'

પવારની સાથે નેતાઓની થયેલી બેઠકને લઈને માનવામાં આવી રહ્યું છે કે તેમાં મુંબઈ યુનિટ માટે બે કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક પર ચર્ચા કરી હતી. જેની જવાબદારી હાલ નવાબ મલિકના ખભા પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news