કોંગ્રેસ નેતા શશિ થરૂરે કરી PM મોદીની પ્રશંસા, કહ્યું- પટેલ બાદ મોદી...

કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યુ કે, સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રીય અપીલ અને ગુજરાતી મૂળનું હોવું નરેન્દ્ર મોદીના હિતને અનુકૂળ છે. 

કોંગ્રેસ નેતા શશિ થરૂરે કરી PM મોદીની પ્રશંસા, કહ્યું- પટેલ બાદ મોદી...

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરનું કહેવુ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રીય અપીલ અને ગુજરાતી મૂળના હોવુ નરેન્દ્ર મોદીના હિતને અનુકૂળ છે અને 'પટેલ બાદ મોદી'નો સંદેશ ઘણા ગુજરાતીઓને પસંદ આવે છે. 

તિરૂવનંતપુરમના સાંસદ થરૂરનું માનવુ છે કે મોદીએ ચતુરાઈથી ઘરેલૂ રાજનીતિક ગણના કરી કે ખુદને પ્રતિષ્ઠિત ગુજરાતીઓ મહાત્મા ગાંધી અને પટેલના આવરણમાં લપેટવાથી તેમની આભા થોડી વધી જશે. થરૂરે પોતાના નવા પુસ્તક 'પ્રાઇડ, પ્રેડુડિસ એન્ડ પંડિત્રીઃ ધ એસેન્શિયલ શશિ થરૂર'માં આ ટિપ્પણીઓ કરી છે. 

પ્રક્રિયા પહેલા જ શરૂ થઈ ચુકી હતીઃ થરૂર
આ પુસ્તકમાં થરૂરના પ્રકાશિત કાર્યોની સાથે-સાથે વિભિન્ન રચનાઓને સામેલ કરવામાં આવી છે. તેમણે પુસ્તકમાં લખ્યુ છે- મોદીએ ચતુરાઈથી ઘરેલૂ રાજનીતિક ગણના કરી કે ખુદને પ્રતિષ્ઠિત ગુજરાતીઓ મહાત્મા ગાંધી અને પટેલના આવરણમાં લપેટવાથી તેમની આભા થોડી વધી જશે. 

થરૂરે કહ્યુ છે, 'પ્રક્રિયા પહેલાથી શરૂ થઈ ચુકી હતી, એવું ન થાય કે આપણે ભૂલી જઈએ, જ્યારે 2014ની ચૂંટણી પહેલા તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ ભારતના સૌથી સન્માનિત સંસ્થાપકોમાંથી એક સરદાર વલ્લભભાઈ પટેલના વારસા પર દાવો કરવા માટે આક્રમક રીતે પગ મુક્યો હતો.'

મોદીનો ઇરાદો સ્વયંને શ્રેષ્ઠ ગુણોથી લેસ દેખાડવાનો છેઃ થરૂર
થરૂરે દાવો કર્યો છે- પોતાની પાર્ટીની તુલનામાં વધુ વિશિષ્ટ વંશાવલીમાં ખુદને દેખાડવાની પોતાની શોધમાં મોદીએ પોતાના રાજ્યમાં ભારતભરના કિસાનોના લોઢાથી એક વિશાળ, લગભગ 600 ફુટની પ્રતિમાના નિર્માણ માટે લોઢુ દાન કરવાનું આહ્વાન કર્યું, જે દુનિયાની અત્યાર સુધીની સૌથી ઉંચી મૂર્તિ હશે તથા 'સ્ટેચ્યૂ ઓપ લિબર્ટી'ને પાછળ છોડી દેશે. 

ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની પાસે એક ટાપૂ સાધુ બેટ પર બનેલી પટેલની 182 મીટરની સ્ટેચ્યૂ ઓફ યુનિટી, અમેરિકાની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઈથી ડબલ છે. તેનું ઉદ્ઘાટન મોદીએ 31 ઓક્ટોબર 2018ના કર્યુ હતું. 

થરૂર પ્રમાણે, પીએમ મોદીનો ઇરાદો સ્વયંને શ્રેષ્ઠ ગુણોથી લેસ દેખાડવાનો છે. તેમણે લખ્યું છે, -જેમ કે 2002માં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ગુજરાતમાં સાંપ્રદાયિક નરસંગારથી તેમની છબી પર અસર થઈ હતી. પટેલની સાથે ખુદને દેખાડવા સંઘ દ્વારા ચરિત્ર નિર્માણનો એક પ્રયાસ છે. આ મોદીને ખુદને પટેલની જેમ કઠોર, નિર્ણાયક કાર્યવાહી કરનારના અવતારના રૂપમાં ચિત્રિત કરવાનું છે. 

પટેલ રાષ્ટ્રીય અપીલ અને ગુજરાતી મૂળ બંનેનું પ્રતિનિધિત્વ કરે છેઃ થરૂર
થરૂરનું કહેવુ છે કે આ તે વિચારમાં મદદ કરે છે કે પટેલને ભારતને બનાવવામાં તેમની અસાધારણ ભૂમિકા માટે વ્યાપક રૂપથી પ્રશંસા મળી જેણે તેમને લોહ પુરૂષના રૂપમાં ઓળખ આપી. થરૂરે લખ્યુ છે- પટેલ રાષ્ટ્રીય અપીલ અને ગુજરાતી મૂળ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે, જે મોદીને અનુકૂળ છે. પટેલ બાદ મોદી- આ સંદેશ ઘણા ગુજરાતીઓની સાથે સારી રીતે પ્રતિધ્વનિત થયો છે. ભારતના ઘણા શહેરી મધ્ય વર્ગ પણ સાથે છે, જે મોદીને અનિર્ણયની સ્થિતિને દૂર કરવા માટે એક મજબૂત નેતાના રૂપમાં જુએ છે. 

જવાહરલાલ નેહરૂના વારસા પર એક નિબંધમાં થરૂરે અટલ બિહારી વાજપેયી દ્વારા ભારતના પ્રથમ પ્રધાનમંત્રીને સંસદમાં આપવામાં આવેલી ભાવનાત્મક અને કાવ્યાત્મક શ્રદ્ધાંજલિનો હવાલો આપ્યો છે. 

'અલેફ' દ્વારા પ્રકાશિત પુસ્તકમાં થરૂરે આધુનિક ભારતીય ઈતિહાસના કેટલાક સૌથી મહત્વપૂર્ણ આંકડા, આંતરરાષ્ટ્રીય સંબંધો અને કૂટનીતિનો પણ ઉલ્લેખ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news