Krishna Janmashatmi 2022: શું તમે જાણો છો કૃષ્ણના કેટલા નામ છે, માત્ર નામ જપ કરવાથી ભક્તોનો મળે છે આ સુખ

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરીને અને વ્રત રાખીને શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરવાથી વ્યક્તિનો મોક્ષ થાય છે. સાધકોનાં બધાં સપનાં પૂરાં થાય છે. 

Krishna Janmashatmi 2022: શું તમે જાણો છો કૃષ્ણના કેટલા નામ છે, માત્ર નામ જપ કરવાથી ભક્તોનો મળે છે આ સુખ

Janmashtami Night Puja: જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરીને અને વ્રત રાખીને શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરવાથી વ્યક્તિનો મોક્ષ થાય છે. સાધકોનાં બધાં સપનાં પૂરાં થાય છે. 

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે. શ્રી કૃષ્ણને 108 નામોથી ઓળખાય છે. આ નામોનો જાપ કરવાથી જ વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પ્રભુ પ્રસન્ન થયા બાદ કોઈનો પણ બેડો પાર થઈ શકે છે.

ભગવાન શ્રી કૃષ્ણના 108 નામ

  • અચલા- સ્થિર, પૃથ્વી સમાન
  • અચ્યુત - પરમાત્મા
  • અદ્દભુતહ- આશ્ચર્ય
  • આદિદેવ - પરમેશ્વર
  • અજન્મા- અનાદિ
  • અજયા- જેણે જીતી ના શકાય
  • અક્ષરા- અટલ
  • અમૃત- સુધા રસ
  • અનાદિહ- આદિરહિત
  • આનંદ સાગર- ક્ષીર સાગર
  • અનંતા- પૃથ્વી
  • અનંતજીત- અનંતના વિજેતા
  • અનયા- સારું
  • અનિરૂદ્ધા- બાધા રહિત
  • અપરાજિત- હાર્યું ના હોય
  • અવ્યુક્તા- કાચની જેમ સાફ
  • બાલ ગોપાલ- કૃષ્ણ
  • બલિ- પરમાત્મા
  • ચતુર્ભુજ- ચાર ભુજા ધારી
  • દાનવેંદ્રો- વરદાનોનો ભંડાર
  • દયાળું- દયાવાન
  • દયાનિધિ- દયાનો ખજાનો
  • દેવાધિદેવ- દેવતાઓનો ભગવાન
  • દેવકીનંદન- દેવકી પુત્ર
  • દેવેશ- દેવતાઓના રાજા ઈન્દ્ર
  • ધર્માધ્યક્ષ- ધર્મના અધ્યક્ષ
  • દ્વારકાધીશ- દ્વારકા નરેશ
  • ગોપાલ- ગઉના સ્વામી
  • ગોપાલપ્રિયા- ગઉ પ્રિય
  • ગોવિંદા- ભગવાન કૃષ્ણ
  • જ્ઞાનેશ્વર- જ્ઞાનના ભગવાન
  • હરિ- ભગવાન
  • હિરળ્યગર્ભા- પ્રદીપ્ત ગર્ભ
  • ઋષિકેશ- ઈન્દ્રિયોને નિયત્રિત કરનાર
  • જગદગુરુ- જગતના ગુરુ
  • જગદીશ- વિષ્ણુ
  • જગન્નાથ- ભગવાન (જગતના નાથ)
  • જનાર્ધના- ભગવાન કૃષ્ણ
  • જયંતહ- વિજેતા
  • જ્યોતિરાદિત્ય- ભગવાન કૃષ્ણની ચમક
  • કમલનાથ- કમલાના ભગવાન
  • કમલનયન- કમળની આંખો
  • કામ સાંતક- કંસનો વધ કરનાર
  • કંજ લોચન- કમલ સમાન
  • કેશવ- કન્હૈયા
  • કૃષ્ણ- ભગવાન
  • લક્ષ્મીકાંત- ભગવાન વિષ્ણ
  • લોક અધ્યક્ષ- ઈશ્વર
  • મદન- કામદેવ
  • માધવ- ભગવાન કૃષ્ણ
  • મધુસૂદન- વિષ્ણુ
  • મહેન્દ્ર- ઈન્દ્ર
  • મનમોહન- મનના મોહનાર
  • મનોહર- મન હરનાર
  • મયૂર- મોર
  • મોહન- મોહ લેનાર
  • મુરલીધર- શ્રીકૃષ્ણ
  • મુરલી મનોહર- બાંસુરી વાદક ભગવાન
  • નંદ ગોપાલ- ભગવાન કૃષ્ણ પિતાનું નામ
  • નારાયણ- ભગવાન
  • નિરંજન- નિર્ગુણ બ્રહ્મ
  • નિર્ગુણ- બ્રહ્મ
  • પદ્મહસ્તા- કમલધારી
  • પદ્મનાથ- વિષ્ણુ
  • પરબ્રહ્ન- સર્વોચ્ચ બ્રહ્મ
  • પરમાત્મા- વિષ્ણ
  • પરમ પુરુષ- પરમેશ્વર
  • પાર્થસારથી- ભગવાન કૃષ્ણ
  • પ્રજાપતિ- ભગવાન કૃષ્ણ
  • પુણ્ય- પવિત્ર
  • પુરુષોત્તમ- સર્વશ્રેષ્ઠ પુરુષ
  • રવિલોચન- વિષ્ણુ
  • સહસ્ત્રાકાશ- હજાર આંખોવાળા
  • સહસ્ત્રાજીત- સૃષ્ટિને જીતનાર
  • સહસ્ત્રપાત- હજાર પગવાળા ભગવાન
  • સાક્ષી- કાલચક્ર
  • સનાતન- સદા રહેનાર
  • સર્વજન- સાર્વિક
  • સર્વપાલક- પ્રસીદ પરમેશ્વર
  • સર્વેશ્વર- બધાના સ્વામી
  • સત્ય વચન- સચ
  • સત્યવ્રત- સત્ય માટે સમર્પિત
  • શંતહ
  • શ્રેષ્ઠ- પરમાત્મા
  • શ્રીકાંત- ભગવાન વિષ્ણુ
  • શ્યામ- ભગવાન
  • શ્યામસુંદર- સામની સુંદરતા
  • સુદર્શન- સરળતાથી જોનાર
  • સુમેધ- સર્વજ્ઞાની
  • સુરેશમ- દેવી દેવતાઓના ભગવાન
  • સ્વર્ગ પતિ- ઈન્દ્ર
  • ત્રિવિક્રમા- ભગવાન વિષ્ણુ
  • ઉપેન્દ્ર- વિષ્ણુ
  • વૈકુંઠનાથ- વૈકુંઠના ભગવાન
  • વર્ધમાન- સૃષ્ટિના રચયિતા
  • વાસુદેવ- વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ
  • વિષ્ણુ- ભગવાન
  • વિશ્વદક્શિનહ- પરમ પિતા પરમેશ્વર
  • વિષ્વકર્મા- બ્રહ્માંડના વાસ્તુકાર
  • વિશ્વમૂર્તિ- પુરા બ્રહ્માંડના રક્ષક
  • વિશ્વરૂપા- સાર્વભૌમિક રૂપ
  • વિશ્વાત્મા- વિષ્ણુ
  • વૃષપર્વ- ઈશ્વર
  • પદવેંદ્રા- યાદવ કબીલોના રાજા
  • યોગી-આત્મજ્ઞાની
  • યોગિનામ્પતિ- યોગિયોના સ્વામી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news