જિમમાં વર્કઆઉટ કરતા લોકોને પણ કેમ આવે છે હાર્ટ એટેક? આ વાતનું ખાસ રાખો ધ્યાન

10 ઓગસ્ટે દેશના જાણીતા કોમેડિયન અને એક્ટર રાજૂ શ્રીવાસ્તવ જિમમાં કસરત કરી રહ્યાં હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ ફરી ચર્ચા શરૂ થઈ છે કે જિમમાં વર્કઆઉટ દરમિયાન શું કામ હાર્ટ એટેક આવે છે. કસરત કરવા દરમિયાન કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જાણો તમામ વિગત

જિમમાં વર્કઆઉટ કરતા લોકોને પણ કેમ આવે છે હાર્ટ એટેક? આ વાતનું ખાસ રાખો ધ્યાન

નવી દિલ્હીઃ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ હાલ દિલ્હી એમ્સમાં દાખલ છે અને તેમની હાલત નાજુક છે. રાજૂ શ્રીવાસ્તવને જિમમાં વર્કઆઉટ કરવા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. આ પહેલા પણ બિગ બોસ ફેમ સિદ્ધાર્થ શુકલા, સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું હાર્ટ એટેકને કારણે નિધન થઈ ગયું છે. આ તમામ લોકો તો જિમમાં નિયમિત વર્કઆઉટ કરતા હતા અને પોતાના ફિટ રાખતા હતા. ત્યારે એક સવાલ થાય કે જિમમાં વર્કઆઉટ કરવા સમયે શું કામ અચાનક હાર્ટ એટેક આવે છે. કેમ આ એટેકને કારણે જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. 

કહેવામાં આવે છે કે માત્ર જિમમાં પહોંચી કસરત કરવી પૂરતી નથી. કસરત કેવી રીતે કરવામાં આવે છે તે પણ મહત્વનું છે. આજકાલ લોકો ફિટનેસ મેળવવા માટે જિમમાં ગમે તેમ વર્કઆઉટ કરતા હોય  છે. ત્યારે તેનો ફાયદો થવાની જગ્યાએ ક્યારેક મુશ્કેલી ઉભી થતી હોય છે. તમે કેટલો સમય અને કેવા પ્રકારની કસરત કરો છો તેનું પણ ખુબ મહત્વ રહેલું છે. જો કસરત દરમિયાન શરીર પર વધુ ભાર આપવામાં આવે તો તેની નકારાત્મક અસરો પણ પડતી હોય છે. ત્યારે જિમમાં વર્કઆઉટ દરમિયાન કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. 

કેટલાક લોકો ઘણા કલાકો સુધી કસરત કરે છે જે ખોટું છે. વધુ કસરત નુકસાનનું કારણ બની શકે છે.  વધુ કસરત તમારા જીવન અને શૈલીને પણ અસર કરે છે. ચાલો અંડાકાર વર્કઆઉટ કરવાના ગેરફાયદા જાણીએ

હાડકામાં તીવ્ર દુખાવો - વધારે મહેનત કરવાના કારણે હાડકામાં દુખાવો થાય છે, જેના કારણે તમને ક્રેકની સમસ્યા પણ થઈ શકે છે.

ઉંઘ ના આવવી- જો તમને રાત્રે બેચેની થાય છે અને ઉંઘ નથી આવતી તો તેનો અર્થ એ છે કે તમે તમારા શરીર પર વધુ ભાર આપી રહ્યાં છો. કસરત દરમિયાન શરીર એડ્રેનાલિન હોર્મોન મુક્ત કરે છે જે તમારા શરીરમાં ઘણા કલાકો સુધી રહે છે જેના કારણે તમને ઊંઘ આવતી નથી અને બેચેની લાગ્યા કરે છે.

હૃદયના ધબકારા વધારે રહે છે- વધારે મહેનત કરવાના કારણે, હૃદય સામાન્ય કરતાં વધુ ઝડપથી ધબકે છે. હૃદય વધુ ઝડપથી ધબકે તો હૃદયના સ્નાયુઓ નબળા પડે છે.

રોગપ્રતિકારક શક્તિ માટે નુકસાન - વધારે કસરત અને એક્સરસાઇઝથી શરીર નબળું પડે છે. વધારે કસરત કરવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાના કારણે કોઈ પણ પ્રકારનો ચેપ ઝડપથી લાગે છે.

વર્કઆઉટ કરતા સમયે આ વાતનું રાખો ધ્યાન
- ડોક્ટર કે ટ્રેનરની સલાહ મુજબ વર્કઆઉટનો સમય નક્કી કરો. જરૂરીયાતથી વધુ કસરત ન કરો. 

- ટ્રેડમિલ કે બીજી કાર્ડિયો કસરતમાં એક સાથે 10 મિનિટથી વધુ સમય પસાર ન કરો.

- કાર્ડિયો કસરત પછી થોડી મિનિટનો બ્રેક લો જેથી હાર્ટને આરામ મળી રહે.

- જો કસરત કરતા સમય છાતી કે શરીરના ડાબા ભાગમાં દુખાવા જેવો અનુભવ થાય તો ડોક્ટરની સલાહ લો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news