Siddaramaiah will be Next CM: સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી ! શિવકુમારને પણ મળશે આ પદ, રાહુલે મનાવ્યા

Karnataka government: કોંગ્રેસની આજે બપોરે 1.30 કલાકે બેઠક યોજાવાની છે. માનવામાં આવે છે કે આ બેઠક બાદ પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર હાજર રહેશે.

Siddaramaiah will be Next CM: સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી ! શિવકુમારને પણ મળશે આ પદ, રાહુલે મનાવ્યા

Karnataka government: કોંગ્રેસની આજે બપોરે 1.30 કલાકે બેઠક યોજાવાની છે. માનવામાં આવે છે કે આ બેઠક બાદ પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર હાજર રહેશે.

કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે? એ હવે ફાયનલ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાના નામને લીલીઝંડી આપી દીધી છે. સિદ્ધારમૈયા આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ પદ માટે રાજી થયા છે. મળતી માહિતી મુજબ આજે દિલ્હીમાં બપોરે 1.30 કલાકે કોંગ્રેસની બેઠક યોજાવા જઈ રહી છે. માનવામાં આવે છે કે આ બેઠક બાદ પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. અહીં શપથ ગ્રહણ માટે કાંથીરવા સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાર્ટીના કાર્યકરો અને કર્મચારીઓએ શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર હાજર રહેશે. હાલ ડીકે શિવકુમાર રાહુલ ગાંધીને મળવા 10 જનપથ પહોંચ્યા છે. અહીં, બેંગલુરુમાં સિદ્ધારમૈયાના ઘરની બહાર કાર્યકરોને એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સિદ્ધારમૈયાના ઘરે મીઠાઈ વહેંચવામાં આવી છે. ત્યાં સિદ્ધારમૈયાના સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયાના પોસ્ટરને તેમના સમર્થકો દૂધથી સ્નાન કરાવતા જોવા મળ્યા હતા.

ડીકે શિવકુમારને મળતા પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા બુધવારે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. આ પહેલા મંગળવારે પણ કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટકના મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે ઘણું મંથન કર્યું હતું. દિવસભર બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સૌથી પહેલા રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી. આ પછી ખડગે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને મળ્યા હતા.

અગાઉ, સોમવારે પણ પાર્ટી અધ્યક્ષે કર્ણાટકના ત્રણેય નિરીક્ષકો સાથે વાતચીત કરી હતી અને આ સંદર્ભે તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા. નવા ચૂંટાયેલા ધારાસભ્યોના અભિપ્રાયના આધારે તૈયાર કરાયેલો અહેવાલ નિરીક્ષકો દ્વારા સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ આ ચર્ચા થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news