Sidhu Moose Wala Murder: મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસને મળી મોટી સફળતા, 8 શૂટર્સની ઓળખ થઈ

Shooters identified in Sidhu Moose Wala Murder Case: જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યાકાંડમાં સામેલ 8 શૂટર્સની ઓળખ થઈ ગઈ છે.

Sidhu Moose Wala Murder: મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસને મળી મોટી સફળતા, 8 શૂટર્સની ઓળખ થઈ

Shooters identified in Sidhu Moose Wala Murder Case: જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યાકાંડમાં સામેલ 8 શૂટર્સની ઓળખ થઈ ગઈ છે. જેમાંથી એક શૂટરને તો પંજાબ પોલીસે દબોચી લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે આ તમામ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે અને હાલ 7 શૂટર્સ કોઈને કોઈ કેસમાં ફરાર  છે. 

બીજી બાજુ હત્યાકાંડમાં સામેલ શૂટર્સને પકડવા માટે પંજાબ, દિલ્હી, હરિયાણા રાજસ્થાનમાં સતત દરોડાની કામગીરી ચાલુ છે. અનેક રાજ્યની પોલીસ આ 7 શૂટર્સને દબોચવા માટે ધમપછાડા કરી રહી છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ શૂટર્સમાંથી 2 શૂટર્સ મહારાષ્ટ્રના પૂણેના છે જ્યારે 3 પંજાબના અને 2 શૂટર હરિયાણાના તથા એક શૂટર રાજસ્થાનનો છે. 

Moose Wala Murder: सिद्धू मूसेवाला हत्याकांड में हुई 8 शूटर्स की पहचान, जानें कौन-कौन शामिल

આ શૂટર્સ હત્યાકાંડમાં સામેલ
1. મનપ્રીત સિંહ મન્નુ: પંજાબના તરનતારનના આ શૂટરની પોલીસે ઉત્તરાખંડથી ધરપકડ કરી હતી. તેા પર લોજિસ્ટિક સપ્લાય કરવાનો અને શૂટર્સને ગાડી પ્રોવાઈડ કરવાનો આરોપ છે. 

2. હરકમલ ઉર્ફે રાનુ: પંજાબના ભટિંડાનો રહીશ. 

3. જગરૂપ સિંહ રૂપા: આ પણ પંજાબના તરનતારનનો રહીશ છે. 

4. મનજીત ઉર્ફે ભોલુ: હરિયાણાના સોનીપતનો રહીશ

5. સૌરવ ઉર્ફે મહાકાલ: મહારાષ્ટ્રના પુણેનો રહીશ. 

6. સંતોષ જાધવ: મહારાષ્ટ્રના પુણેનો રહીશ. 

7. સુભાષ બનૌદા: રાજસ્થાનના સીકરનો રહીશ છે. 

8. પ્રિયવ્રત ઉર્ફે ફૌજી: હરિયાણાના સોનીપતનો રહીશ. મુસેવાલા હત્યાકાંડ મામલે હરિયાણા પોલીસે તેના પર 25 હજારનું ઈનામ પણ રાખ્યું છે. 

અત્રે જણાવવાનું કે પંજાબના અત્યંત લોકપ્રિય સિંગર સિદ્ધુ મૂસેવાલાની 29મી મે ના રોજ માણસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. મિત્રો સાથે જઈ રહેલો મૂસેવાલા પોતે ગાડી ચલાવતો હતો ત્યારે જવાહરકે ગામ પાસે હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. 24 જેટલી ગોળીઓ તેમને ધરબી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news