સોનિયા ગાંધીના જૂતાની દોરી બાંધતા નજરે પડ્યા રાહુલ, શશી થરુરે કહ્યું- મા તો મા છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેસબુક પર કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હંમેશા લોકતંત્ર અને સદભાવને જ પાર્ટીની આધારશીલાના સ્વરુપે સશક્ત કર્યા છે. તેઓ આજે દેશમાં તે જ મૂલ્યોની રક્ષા માટે ચાલી રહ્યા છે. મને ગર્વ છે કે હું તેમના સાથે ચાલી રહ્યો છું.

સોનિયા ગાંધીના જૂતાની દોરી બાંધતા નજરે પડ્યા રાહુલ, શશી થરુરે કહ્યું- મા તો મા છે

નવી દિલ્લીઃ બહુમત હાંસલ કરીને 2014 થી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે દિલ્લીની રાજગાદી પર બિરાજમાન થયા. બસ ત્યારથી જાણ કે, કોંગ્રેસની દશા બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સતત પડતીના આંકડાઓ એનો પુરાવો છે. રાજનીતિમાં રાજ્યોની અને બેઠકોની દ્રષ્ટ્રીએ પહેલાંની સરખામણીએ બેકફૂટ પર ધકેલાઈ ગયેલી દેશની સૌથી જૂની પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી. જોકે, હવે ફરી એકવાર કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાનો સાથ મેળવવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. એજ કારણ છેકે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસનું આખે આખું મોવડી મંડળ રસ્તા પર ઉતરીને ભારત જોડો યાત્રા કરી રહ્યું છે. ત્યારે આજે ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના યુવરાજ કહેવાતા રાહુલ ગાંધી તેમના માતાશ્રી સોનિયા ગાંધીના જૂતાની દોરી બાંધતા જોવા મળ્યાં.

 

— Shashi Tharoor (@ShashiTharoor) October 6, 2022

 

રાહુલ ગાંધીએ કહ્યું મને ગર્વ છે-
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેસબુક પર કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હંમેશા લોકતંત્ર અને સદભાવને જ પાર્ટીની આધારશીલાના સ્વરુપે સશક્ત કર્યા છે. તેઓ આજે દેશમાં તે જ મૂલ્યોની રક્ષા માટે ચાલી રહ્યા છે. મને ગર્વ છે કે હું તેમના સાથે ચાલી રહ્યો છું.

 

— Dr Pooja Tripathi (@Pooja_Tripathii) October 6, 2022

 

માતા પ્રત્યેની રાહુલ ગાંધીની લાગણી જોઈને લોકો આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. વાત એમ છેકે, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી કર્ણાટકમાં ગુરુવારે ભારત જોડો યાત્રામાં સામેલ થયા છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી સાથે પદયાત્રા પણ કરી હતી. પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી ક્યારેક પોતાની માતાના ખભે હાથ રાખીને ચાલતા નજરે આવ્યા તો ક્યારેક તેઓ માતાના જૂતાની દોરી બાંધતા દેખાયા. સોનિયા ગાંધીના જૂતાની દોરી બાંધતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી રહ્યા છે. શશિ થરુરે પણ આ ફોટો શેર કર્યો અને લખ્યું કે મા તો મા છે.

સોનિયા ગાંધી કર્ણાટકના માંડ્યામાં રાહુલ ગાંધીના નેતૃત્વમાંથી પસાર થઈ રહેલી પદયાત્રામાં સામેલ થયા હતા. સોનિયા રાહુલ સાથે પગપાળા ચાલ્યા પણ હતા. ભારત જોડો યાત્રા આજે કર્ણાટકના પાંડવપુરાથી નાગમંગલા તાલુક સુધી જશે. થરુરે કહ્યું- મા તો મા હોય છે. તેઓ શ્વાસ પણ લે તો તેમાં પણ આશિર્વાદ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news