સ્પ્રિંકલર સિંચાઈનો કઈ રીતે કરશો ઉપયોગ? જાણો કઈ રીતે તેનાથી ખેડૂતોને મળશે ડબલ ફાયદો

Pradhan Mantri Krishi Sinchai Yojana: માઈક્રો સ્પ્રિંકલરનો ઉપયોગ ફૂલો અને નાના પત્તાવાળી શાકભાજીમાં કરવામાં આવે છે. ફૂવારા સિંચાઈ પદ્ધતિમાં નોઝલનું પણ મહત્વપૂર્ણ યોગદાન હોય છે.

સ્પ્રિંકલર સિંચાઈનો કઈ રીતે કરશો ઉપયોગ? જાણો કઈ રીતે તેનાથી ખેડૂતોને મળશે ડબલ ફાયદો

નવી દિલ્લી: ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તેમાંથી એક છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ખેડૂતોની આવક અને પાકનું ઉત્પાદન વધે તે માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી ડ્રિપ સિંચાઈ, સ્પ્રિંકલર સિંચાઈ, વગેરેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સિંચાઈના આ પ્રકારથી પાણીને બચાવવાનો પ્રયાસ છે. ત્યારે આવો જાણીએ કે શું છે સ્પ્રિંકલર સિંચાઈ અને શું છે તેના ફાયદા. સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ વરસાદનો અનુભવ કરાવતી સિંચાઈ પદ્ધતિ છે. તેમાં પાણીને પ્રેશરની સાથે પાઈપની જાળી દ્વારા ફેલાવીને સ્પ્રિંકલરના નોઝલ સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાંથી એક સમાન વરસાદના રૂપમાં જમીનમાં ફેલાય છે.

Image preview

 

સ્પ્રિંકલર સિંચાઈ શું છે:
આ સિંચાઈ કરવાનું એક આધુનિક સાધન અને ટેકનિક છે. આ ટેકનિકના માધ્યમથી સિંચાઈ એવી રીતે કરવામાં આવે છે. જાણે વરસાદ થઈ રહ્યો હોય. દેશમાં તેને ફૂવારા પદ્ધતિ કહેવામાં આવે છે. તે અંતર્ગત ટ્યૂબવેલ-ટાંકી કે તળાવમાંથી પાણીને પાઈપ દ્વારા ખેતર સુધી લઈ જવામાં આવે છે. અને ત્યાં પાઈપ ઉપર નોઝલ ફીટ કરી દેવામાં આવે છે. આ નોઝલમાંથી પાણી પાકની ઉપર એ રીતે પડે છે, જાણે વરસાદ થઈ રહ્યો હોય. તેનાથી સમગ્ર પાકને એક સમાન પાણી મળે છે. પાણીના પ્રેશરના આધારે સ્પ્રિંકલરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.

1. રેઈન ગન સ્પ્રિંકલર

2. મધ્યમ ફૂવારા- ફૂવારા સ્પ્રિંકલર

3. માઈક્રો સ્પ્રિંકલર

રેન ગન સ્પ્રિંકલરમાં પાણી ઘણું ઝડપથી આવે છે. તેનો ઉપયોગ શેરડીની ખેતીમાં કરવામાં આવે છે. મધ્યમ ફૂવારાનો ઉપયોગ મુલાયમ ફૂલ અને પાનવાળા પાકમાં કરવામાં આવે છે. માઈક્રો સ્પ્રિંકલરનો ઉપયોગ ફૂલો અને નાના પાનવાળી શાકભાજીમાં કરવામાં આવે છે. ફૂવારા સિંચાઈ પદ્ધતિમાં નોઝલનું પણ મહત્વનું યોગદાન હોય છે. નોઝલ જ નક્કી કરે છે કે એક કલાકમાં એક ખેતરમાં કેટલા પાણીની જરૂર છે. અને કેટલા મીટર વર્ગમાં તેનાથી સિંચાઈ થશે.

કેવી રીતે સબસિડી મળશે:
જો તમે સ્પ્રિંકલર સિંચાઈ કરવા માગો છો, તો તેના ઉપકરણ ખરીદવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે. તેના માટે તમારે સૌથી પહેલાં Pradhan Mantri Krishi Sinchai Yojana માટે ઓનલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે રાજ્ય સરકાર પોતાના પ્રદેશના કૃષિ વિભાગની વેબસાઈટ પર અરજી કરાવે છે.

કયા-કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે:

1. અરજદારનું આધાર કાર્ડ

2. ઓળખ પત્ર

3. ખેડૂતોના જમીનના કાગળ

4. જમીનની 7/12,8-અની નકલ

5. બેંક એકાઉન્ટ પાસબુક

6. પાસપોર્ટ સાઈઝ ફોટો

7. મોબાઈલ નંબર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news