શ્રીદેવીની હત્યાના આરોપો વચ્ચે બોની કપુરે અંતિમ ક્ષણોનો Video કર્યો શેર

દુબઇમાં પોતાના ભત્રીજા મોહિત મારવાહનાં લગ્નમાં ભાગ લેવા ગયેલ શ્રીદેવી લગ્ન પતાવીને ક્યારે સ્વદેશ પરત ફરી શક્યા નહોતા

શ્રીદેવીની હત્યાના આરોપો વચ્ચે બોની કપુરે અંતિમ ક્ષણોનો Video કર્યો શેર

નવી દિલ્હી : દુબઇમાં પોતાનાં ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં ભાગ લેવા માટે આવેલ શ્રીદેવી દુબઇથી ક્યારે સ્વદેશ પરત ફરી શક્યા નહોતા. આ લગ્ન બાદ શ્રીદેવીએ થોડા દિવસો માટે ત્યાંની જ હોટલમાં રોકાવાનો નિર્ણય લીધો હતો અને હોટલની બાથટબમાં જ ડુબી જવાનાં કારણે તેમનું મોત નિપજ્યું હતું. જો કે શ્રીદેવીનાં અચાનક નિધનથી કપુર પરિવારથી માંડીને કપુર પરિવારથી સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો હતો. આજે શ્રીદેવી અને બોની કપુરનાં લગ્નને સમગ્ર 22 વર્ષ થઇ ગયા. એવામાં દિવંગત અભિનેત્રી શ્રીદેવીનાં પતિ બોની કપૂરે શ્રીદેવીના ટ્વીટર એકાઉન્ટ પરથી જ આ લગ્નની છેલ્લી કેટલીક ક્ષણોનો વીડિયો શેર કર્યો હતો. 

આ લગ્નમાં શ્રીદેવી પોતાનાં પતિ અને નાની પુત્રી ખુશી સાથે ગઇ હતી. જ્યારે મોટી પુત્રી જાહન્વી પોતાની પહેલી ફિલ્મનાં શુટિંગનાં કારણે આવી શકી નહોતી. એવામાં ટ્વીટર પર બોની કપુરે શ્રીદેવી સાથે વિતાવેલી અંતિમ ક્ષણોનો વીડિયો શેર કર્યો હતો. બોની કપુર શ્રીદેવીનાં મૃત્યુ બાદ કેટલાક મહત્વનાં પ્રસંગોએ તેનાં ટ્વીટર એકાઉન્ટ દ્વારા સંદેશ મુકતા રહે છે. આ લગ્નમાં સોનમ કપુર પોતાનાં પતિ (ત્યારે બોયફ્રેંડ) આનંદ આહુજા સાથે ગઇ હતી. આ સીનમાં શ્રીદેવી આનંદ આહુજા સાથે પણ ગળે મળી રહ્યા હોવાનું જોઇ શકાય છે. 

આ વીડિયોમાં શ્રીદેવી પોતાનાં પરિવાર સાથે ખુબ જ ખુશ દેખાય છે. લગ્ન સમારંભમાં પણ તે સતત નાચતા જોવા મળે છે. શ્રીદેવી લગ્ન સમારંભ બાદ હોટલમાં થોડા સમય માટે રોકાયા હતા.  પોતાની પુત્રીઓ માટે તે શોપિંગ કરવા માંગતા હતા. જો કે આ જ હોટલનાં રૂમમાં સિનેમાની પહેલી સુપર સ્ટારનું નિધન થઇ ગયું છે. 

— SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) June 2, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news