ગૌરી લંકેશ મર્ડર કેસની600 પેજની ચાર્જશીટ દાખલ: અનેક ચોંકાવનારા ખુલાસા
ચાર્જશીટનાં 112 પેજ જાહેર નથી કરવામાં આવ્યા, બેંગ્લુરુનાં એક ગાર્ડનમાં રચવામાં આવ્યું હતુ સમગ્ર કાવત્રુ
Trending Photos
બેંગ્લુરૂ : પ્રખ્યાત પત્રકાર ગૌરી લંકેશની હત્યાનાં આરોપમાં કર્ણાટક એસઆઇટીએ અમોલ કાલે નામનાં ગુનેગારની ધરપકડ કરી છે. ડીસીપી ગણેશ શિંદેએ અમોલ કાલેની ધરપકડ થઇ હોવાની પૃષ્ટી પણ કરી છે. તેમણે જણાવ્યું કે, આરોપી પુણેનાં ચિંચવડનો રહેવાસી છે. ચિંચવડ વિસ્તારનાં અક્ષય પ્લાઝા સોસાયટીમાં અમોલી પોતાની માં, પત્ની અને એક પુત્ર સાથે છેલ્લા 10 વર્ષથી રહી રહ્યો છે. દેવાનગરી જિલ્લાથી 21 મેનાં રોજ બિનકાયદેસર હથિયાર રાખવાનાં આરોપમાં કાલેની ધરપકડ કરવામાં આવી હતી.
જો કે પુછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે અમોલ કાલેનો સંબંધ ગૌરી લંકેશ હત્યાકાંડમાં પણ છે. અમોલ હિંદુ જનજાગરણ સમિતી અને સનાતન સંસ્થા સાથે જોડાયેલો રહ્યો છે. આ મુદ્દે ન તો અમોલનાં પરિવારનાં લોકો કંઇ બોલવા તૈયાર છે ન તો તેનાં સંબંધીઓ. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌરી લંકેશ મર્ડર કેસમાં કર્ણાટક પોલીસે ત્રણ દિવસ પહેલા 30 મેનાં રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં પોલીસે પણહિંદુ ધર્મની આલોચના કરવા બદલ ગૌરી લંકેશની હત્યા થઇ હોવાનું સ્વિકાર્યું છે.
ચાર્જશીટમાં કેટી નવીન કુમારને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. ઉપરાંત પ્રવીણ કુમારને પણ આરોપી બનાવાયો છે. જે હાલ ફરાર છે. આશરે 600 પેજની ચાર્જશીટમાં 100 પેજનાં નામ તો માત્ર સાક્ષીઓ તરીકે નોંધવામાં આવ્યા છે. જો કે 110 પેજ એવા પણ છે જેને જાહેર કરવામાં નથી આવ્યા. ગૌરી લંકેશની હત્યાનાં કારણો અને કાવત્રાની માહિતી આ જ 110 પેજમાં છે. તે ઉપરાંત મુખ્ય આરોપી નવીન કુમારનાં નિવેદનોને પણ જાહેર નથી કરવામાં આવ્યા.
સુત્રો અનુસાર ચાર્જશીટમાં જાહેર નહી કરાયેલ પેજમાં કહેવાયું છે કે આરોપી ગૌરી લંકેશ દ્વારા પ્રકાશિત સાપ્તાહિક ટેબ્લોઇડમાં હિંદુ ધર્મની આકરી ટીકા, હિંદુ દેવી દેવતાઓ અને હિંદુ ધર્મ વિરુદ્ધ ટીપ્પણીઓનાં કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. નવીન કુમાર હત્યાના કાવત્રામાં સંડોવાયેલો હતો. હત્યાનુ સમગ્ર કાવત્રુ બેંગ્લુરૂના વિજયનગર ખાતે આવેલ બીબીએમપી પાર્કમાં બેસીને રચવામાં આવ્યું હતું.
નવીન કુમારને પોલીસે બેંગ્લુરૂથી ઝડપી પાડ્યો હતો. મૈસુર પાસે મંડ્યાનો રહેવાસી શૂટર બેંગ્લુરમાં બિનકાયદેસર સામાન વેચવાની ફિરાકમાં હતો. તેણે પોલીસ પુછપરછમાં ખુલાસો કર્યો હતો કે હત્યામાં ઉપયોગમાં લેવાતી કારતુસ યુપીથી મંગાવી હતી અને પ્રત્યેક કારતુસનાં 1000 રૂપિયા ચુકવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે