10માના વિદ્યાર્થીએ ઉઠાવ્યા 46 લાખ રૂપિયા, મિત્રોને કાર-મોબાઇલ ગીફ્ટ કર્યા

જબલપુરમાં એક વિદ્યાર્થીએ પોતાનાં ઘરમાં 46 લાખ રૂપિયા ઉઠાવ્યા અને તે પૈસાને શાળા અને કોચિંગના દોસ્તોને વહેંચી દીધા

10માના વિદ્યાર્થીએ ઉઠાવ્યા 46 લાખ રૂપિયા, મિત્રોને કાર-મોબાઇલ ગીફ્ટ કર્યા

નવી દિલ્હી : મધ્યપ્રદેશના જબલપુરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 10માં ધોરણના એક વિદ્યાર્થીએ પોતાનાં પિતાના 46 લાખ રૂપિયા ઉઠાવી લીધા અને પોતાનાં મિત્રોમાં વહેંચી દીધા હતા. જી હા જબલપુરના એક બિલ્ડરના પુત્રએ ઘરમાં પૈસા ઉઠાવ્યા અને સ્કુલ જતો રહ્યો. જ્યાં તેણે એક મજુરના પુત્રને 15 લાખ રૂપિયા અને હોમવર્ક કરવા માટે એક વિદ્યાર્થીને 3 લાખ રૂપિયા આપ્યા હતા. 

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ફ્રેડશિપ ડેને અપાયેલા આ પૈસામાંથી એક વિદ્યાર્થીએ કાર ખરીદી લીધી અને આ યુવકે પોતાના દરેક મિત્રને ગીફ્ટ આપી હતી. યુવકે પોતાનાં 35 ક્લાસમેટને સ્માર્ટફોન અને ઘણા વિદ્યાર્થીઓને ચાંદીના બ્રેસલેટ આપ્યા. જો કે હવે પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિલ્ડરે પોતાની તિજોરીમાંથી હાલમાં જ વેચેલી એક પ્રોપર્ટીના 60 લાખ રૂપિયા મુક્યા હતા. પૈસા ઓછા હોવાની શંકાને પગલે વિદ્યાર્થીનાં પિતાની પાસે પહોંચ્યા અને પોલીસને પણ ચોરીનો કોઇ સંકેત નથી મળી રહ્યો. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બિલ્ડરના પુત્રએ જ પૈસા લઇ લીધા અને પોતાના મિત્ર, ક્લાસમેટ, ગરીબ બાળકને વહેંચી દીધી. પોલીસનું કહેવું છે કે તેઓ પૈસા વસુલવાના પ્રયાસો કરી રહ્યા છે અને બિલ્ડરે તે બાળકોની યાદી પોલીસને સોંપી દીધી છે, જેના પૈસા આપવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news