મોનસૂન સત્ર પહેલા સુમિત્રા મહાજનની અપીલ- બાકી છે માત્ર 3 સત્ર, સહયોગ કરે સાંસદ

વિપક્ષી પાર્ટીઓના સહયોગની ઈચ્છા રાખતા સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે 17 જુલાઇએ ઓલ પાર્ટી મીટિંગ બોલાવી છે જેમાં વડાપ્રધાન સામેલ થશે.

 મોનસૂન સત્ર પહેલા સુમિત્રા મહાજનની અપીલ- બાકી છે માત્ર 3 સત્ર, સહયોગ કરે સાંસદ

નવી દિલ્હીઃ હંગામાને કારણે બરાબદ થયેલા સંસદના છેલ્લા કેટલાક સત્રો પર ચિંતા વ્યક્ત કરતા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને મોનસૂન સત્ર શરૂ થતા પહેલા સાંસદોને પત્ર લખીને સંસદમાં યોગ્ય રીતે કામકાજ થાય તે નક્કી કરવા માટે સહયોગની અપીલ કરી છે. 

લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે, 16મી લોકસભાના હવે ત્રણ સત્ર બાકી છે, તેથી ખાસ કરીને મોનસૂન સત્ર અને શિયાળુ સત્ર દરમિયાન સભ્યોએ આ સમય વધુમાં વધુ કામકાજમાં પરિવર્તિત કરવો જોઈએ. મહાજનનું કહેવું છે કે લોકસભા અધ્યક્ષ તરીકે આશા રાખે છે કે સંસદ સભ્યો પાતના કાર્યોની કુશળતાનું પાલન કરશે, કારણ કે તમે આ દેશની સૌથી મોટી પંચાયત લોકસભાના સભ્યો છો. 

સુમિત્રા મહાજને પોતાના પત્રમાં બજેટ સત્ર દરમિયાન ગૃહમાં વિક્ષેપનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આમ તો વિચાર-વિમર્શ અને ચર્ચા લોકતંત્રનો મુખ્ય ભાગ છે પરંતુ તમે તે વાતને પણ માનશો કે અસહમતિ અને વિચારોની અભિવ્યક્તિ શિષ્તતા અને શિષ્ટાચારના દાયરામાં હોવી જોઈએ. જેનાથી લોકતંત્ર પ્રત્યે લોકોની આસ્થા બની રહે. મહાજને પોતાના વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમના કેટલાક યજમાન અને પ્રવાસી ભારતીયોએ હાલના દિવસોમાં સંસદીય કાર્યવાહીમાં સતત વિરોધ ઉભો થવાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. 

ઉલ્લેખનીય છે કે આગામી મોનસૂન સત્રમાં બંન્ને ગૃહમાં ઘણા મહત્વપૂર્ણ બિલ પેન્ડિંગ છે. તેવામાં વિપક્ષી પાર્ટીઓના સહયોગની ઈચ્છા રાખતા સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે 17 જુલાઇએ ઓલ પાર્ટી મીટિંગ બોલાવી છે જેમાં વડાપ્રધાન સામેલ થશે. આ બેઠક બાદ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનની ઘરે રાત્રી ભોજનનું આયોજન છે જેમાં તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે વડાપ્રધાન સામેલ થશે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઇથી 10 ઓગસ્ટ સુધી ચાલશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news