સુપ્રીમ કોર્ટ હવે પોતાનાં ચુકાદાઓ તમામ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરાવશે, ટુંકમાં થશે નિર્ણય
સીજેઆઇએ કહ્યું કે, અમે તે અંગે કામ કરી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટનાં મોટા ચુકાદાઓને કઇ રીતે સંક્ષીપ્ત કરીને લોકો સુધી પહોંચાડી શકાય
Trending Photos
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ હવે જજમેન્ટને અંગ્રેજીમાંથી હિંદીમા ટ્રાન્સલેટ કરવામાં આવશે. ત્યાર બાદ તેને ક્ષેત્રી ભાષાઓમાં પણ ભાષાંતર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ શુક્રવારે પત્રકારો સાથેની મીટિંગમાં જણાવ્યું કે, તેઓ આ વાત અંગે વિચાર કરી રહ્યા છે કે અલગ અલગ રાજ્યોથી આવનારા હજારો લોકોને ઇંગ્લીશ નથી આવડતું એવામાં તેમને સુપ્રીમ કોર્ટ ચુકાદો સમજી નથી શકતા, જ્યારે ઘણા કિસ્સાઓ ખુબ જગંભીર હોય છે માટે તેનું ભાષાંતર થાય તે જરૂરી છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં હવે આ ચુકાદાઓનું હિંદીમા અનુવાદ કરવા અંગે વિચાર થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે 500 પેજ જેવા મોટા જજમેન્ટને સંક્ષેપ્ત કરીને એક અથવા બે પેજમાં કરશે જેથી સામાન્ય લોકોને ચુકાદા અંગે સમજ મળે. 24 કલાકની અંદર સુપ્રીમ કોર્ટમાં ચાર જજોની નિયુક્તિ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે, ઇતિહાસમાં આ પહેલીવાર થયું છે કે સરકારને મોકલાયેલ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણની 48 કલાકની અંદર ચાર જજોની નિયુક્તિ થઇ ગઇ.
જસ્ટિસ રંજન ગોગોઇએ કોલેજિયમની ભલામણની 48 કલાકની અંદર ચાર જજોની નિયુક્તિ અંગે કહ્યું કે, તેનો જવાબ તો કાયદા મંત્રાલય જ આપી શકે છે. જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે, અમે બુધવારે અમે ભલામણ કરી હતી અને સાંજે માહિતી મળી કે જજોના મેડિકલ થઇ ચુક્યા છે. જસ્ટિસ ગોગોઇએ હસતા હસતા કહ્યું કે, તેઓ પોતે પણ ભારે પરેશાન હતા.
સુપ્રીમ કોર્ટના થીંક ટેકના સવાલ અંગે સીજેઆઇએ કહ્યું કે, એક થિંકટેક બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે, જેને સુપ્રીમ કોર્ટના કેટલાક જજમેન્ટને હિંદીમાં પણ ટ્રાન્સલેટ કરવામાં આવી શકે. જેથી સામાન્ય લોકો પણ કોર્ટનાં ચુકાદાઓને સમજી શકે. એટલું જ નહી અમે આ અંગે કામ કરી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટનાં મોટા મોટા ચુકાદાઓને સંક્ષેપ્ત કરીને લોકો સુધી પહોંચાડી શકાય. જેથી લોકો દેશની સર્વોચ્ચ કોર્ટને સમજી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે