Haldwani: સુપ્રીમ કોર્ટમાંથી હજારો લોકોને મળી મોટી રાહત, હલ્દવાનીમાં હાલ નહીં ચાલે બુલડોઝર
ઉત્તરાખંડના હલ્દવાનીમાં લગભગ 50 હજાર લોકોના આશિયાના પર બુલડોઝર ચાલવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. પણ સુપ્રીમ કોર્ટે આજે આમામલે 50 હજાર લોકોને મોટી રાહત આપી છે. કોર્ટે હાઈકોર્ટના એ આદેશ પર રોક લગાવી દીધી જેમાં રેલવેને સાત દિવસમાં અતિક્રમણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 7 દિવસમાં અતિક્રમણ હટાવવાનો નિર્ણય યોગ્ય નથી.
Trending Photos
ઉત્તરાખંડના હલ્દવાનીમાં લગભગ 50 હજાર લોકોના આશિયાના પર બુલડોઝર ચાલવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. પણ સુપ્રીમ કોર્ટે આજે આમામલે 50 હજાર લોકોને મોટી રાહત આપી છે. કોર્ટે હાઈકોર્ટના એ આદેશ પર રોક લગાવી દીધી જેમાં રેલવેને સાત દિવસમાં અતિક્રમણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 7 દિવસમાં અતિક્રમણ હટાવવાનો નિર્ણય યોગ્ય નથી. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કૌલે કહ્યું કે આ મામલાને માનવીય દ્રષ્ટિકોણથી જોવો જોઈએ. જસ્ટિસ કૌલે કહ્યું કે મામલે સમાધાનની જરૂર છે.
એવો આરોપ છે કે હલ્દવાનીમાં લગભગ 4400 જજાર પરિવાર રેલવેની જમીન પર અતિક્રમણ કરીને રહે છે. આ મામલે હાઈકોર્ટે ડિસેમ્બર 2022માં રેલવેને અતિક્રમણ હટાવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ આ ઘરોમાં રહેતા લગભગ 50 હજાર જેટલા લોકોના આશિયાના પર બુલડોઝરનો ખતરો તોળાયો હતો. પરંતુ હવે આગામી સુનાવણી સુધી આ લોકોને રાહત મળી છે.
Supreme Court stays the High Court order to remove encroachments from railway land in Haldwani’’s Banbhoolpura area.
— ANI (@ANI) January 5, 2023
સુપ્રીમ કોર્ટની નોટિસ
સુપ્રીમ કોર્ટે હાલ અતિક્રમણ હટાવવા પર રોક લગાવવાની સાથે ઉત્તરાખંડ સરકાર અને રેલવેને નોટિસ પાઠવીને જવાબ પણ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે તમે ફક્ત 7 દિવસમાં ખાલી કરવાનું કેવી રીતે કહી શકો. આપણે કોઈ પ્રેક્ટિકલ સમાધાન શોધવું પડશે. સમાધાનની આ કોઈ રીત નથી. જમીનની પ્રકૃતિ, અધિકારોની પ્રકૃતિ, માલિકી હકની પ્રકૃતિ વગેરેથી ઉત્પન્ન થનારા અનેક પોઈન્ટ છે જેની તપાસ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તે જમીન પર આગળના નિર્માણ કાર્ય અને વિકાસ કાર્ય ઉપર પણ રોક લગાવી છે. આગાી સુનાવણી 7 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકની બેન્ચે આ કેસમાં સુનાવણી કરી. અરજીકર્તાઓ તરફથી કોલિન ગોન્ઝાલ્વિસે દલીલો કરી. તેમણે હાઈકોર્ટના આદેશ વિશે જણાવ્યું અને કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી કે આ જમીન રેલવેની છે. હાઈકોર્ટના આદેશમાં પણ કહેવાયું છે કે તે રાજ્ય સરકારની જમીન છે. આ નિર્ણયથી હજારો લોકો પ્રભાવિત થશે.
સુપ્રીમ કોર્ટે રેલવે તરફથી હાજર થયેલા ASG એશ્વર્યા ભાટીને પૂછ્યું કે શું રેલવે અને રાજ્ય સરકાર વચ્ચે જમીન ડિમાર્કેશન થયું છે? વકીલે કહ્યું કે રેલવેના સ્પેશિયલ એક્ટ હેઠળ હાઈકોર્ટે કાર્યવાહી કરીને અતિક્રમણ હટાવવનો આદેશ આપ્યો છે. ASG એશ્વર્યા ભાટીએ કહ્યું કે કેટલીક અપીલો પેન્ડિંગ છે. પરંતુ કોઈ પણ મામલે કોઈ રોક નથી. રેલવેની જમીન પર 4365 ગેરકાયદેસાર નિર્માણ છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
કોર્ટે કહ્યું કે તમે ફક્ત સાત દિવસનો સમય આપી રહ્યા છો અને કહો છો કે ખાલી કરો. આ માનવીય મામલો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને પણ પૂછ્યું કે લોકો 50 વર્ષથી રહે છે. તેમના પુર્નવાસ માટે પણ કોઈ યોજના હોવી જોઈએ. કોર્ટે સરકારને કહ્યું કે ભલે તે તમારી જમીન હોય, પરંતુ કેટલાક લોકોએ કહ્યું છે કે તેઓ 1947 પહેલાથી ત્યાં છે. તેમણે લીઝ પર જમીન લીધી અને મકાન બનાવ્યા. કોઈએ હરાજીમાં ખરીદી, તેમનું શું થશે.
વાત જાણે એમ છે કે ઉત્તરાખંડ હાઈકોર્ટે 20 ડિસેમ્બરના રોજ રેલવેને નિર્દેશ આપ્યો હતો કે એક અઠવાડિયાની નોટિસ આપીને જમીનથી ગેરકાયદેસર અતિક્રમણકારીઓને તત્કાળ હટાવવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે