બિહાર: લાંબા સમય બાદ એક મંચ પર જોવા મળ્યા તેજસ્વી અને તેજપ્રતાપ
તેજસ્વી યાદવની સાથે લાંબો સમય તેજપ્રતાપ યાદવ એક મંચ પર હાજર રહ્યા પરંતુ બંન્ને નજીક બેઠા હોવા છતા પણ ઘણુ અંતર જોવા મળ્યું હતું
Trending Photos
પટના : બિહારમાં આરજેડી પાર્ટી દ્વારા કર્પુરી ઠાકુર જયંતી પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં આરજેડીના દિગ્ગજ નેતા મંચ પર હાજર હતા. જો કે સૌથી મોટી વાત એજ હતી કે આ મંચ પર તેજસ્વી યાદવની સાથે આજે તેજપ્રપાત યાદવ પણ જોવા મળ્યા હતા. તે અગાઉ તેજસ્વી યાદવની સાથે ઘણો લાંબા સમયથી તેજપ્રતાપ યાદવે મંચ વહેંચ્યું હતું. જો કે કર્પૂરી ઠાકુર જયંતી કાર્યક્રમમાં આ જોવા મળ્યું હતું. જ્યાં તેજપ્રતાપનાં પહોંચ્યા બાદ તેજસ્વી યાદવે ચરણસ્પર્શ કરીને પ્રમાણ કર્યા હતા.
જો કે કેટલીક એવી વસ્તુઓ પણ જોવા મળી હતી જેના આધારે કહી શકાય કે તેજપ્રતાપનું કદ હવે તેજસ્વી યાદવ કરતા નીચું છે. તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ ઘણા લાંબા સમય બાદ ગુરૂવારે એક મંચ પર જોવા મળ્યા હતા. કર્પુરી ઠાકુર જયંતી પ્રસંગે આરજેડીનાં દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. જો કે મંચ પર લાગેલા પોસ્ટરો પરથી જ અનેક સવાલો પેદા થઇ રહ્યા હતા. કાર્યક્રમમાં મંચ પર જે પોસ્ટર લાગેલા હતા તેમાં લાલુ યાદવ અને રાબડી દેવી સાથે માત્ર તેજસ્વી યાદવની તસ્વીર લાગી હતી. આ પોસ્ટરમાં જ તેજપ્રતાપ અને ન જ મીસાની તસ્વીર જ લગાવવામાં આવી હતી.
બીજી તરફ તેજપ્રતાપ યાદવ માટે ખુર્શી પણ લગાવી દેવાઇ હતી તે તેજસ્વી યાદવથી દુર લગાવવામાં આવી હતી. જ્યારે તેજસ્વી યાદવની બાજુમાં રઘુવંશ પ્રસાદ સિંહ અને રામચંદ્ર પૂર્વેને સ્થાન આપવામાં આવ્યું હતું. જો કે મંચ પર આવ્યા બાદ તેજસ્વી યાદવે તેને સંભાળી લીધું અને તેજપ્રતાપનાં પગ સ્પર્શીને સન્માન આપ્યું અને તેને પોતાની બાજુમાં બેસાડ્યા.
બીજી તરફ કાર્યક્રમમાં તેજપ્રતાપે એકવાર ફરીથી વિરોધીઓ પર નિશાન સાધતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે, ઘણા લોકો ભાઇ-ભાઇને અલગ કરવા માંગે છે. અહીં તેમણે પોતાને એકવાર ફરીથી કૃષ્ણ જણાવ્યા અને તેજસ્વીને અર્જુન કહીને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે, કૃષ્ણને હંમેશા યાદ રાખવા, કારણ કે કૃષ્ણ વગર જીત શક્ય નથી.
કાર્યક્રમ દરમિયાન તેજસ્વી યાદવે પણ વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ સવર્ણ અનામત અંગે આરજેડીની તરફથી ડેમેજ કંટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા. સાથે જ બિહારમાં આરજેડી નેતાની હત્યા અંગે પણ નીતીશ કુમાર પર લો એન્ડ ઓર્ડર માટે નિશાન સાધવામાં આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે