RJDની બેઠકમાં સામેલ ન થયા તેજપ્રતાપ, રાજનીતિક વર્તુળોમાં ચર્ચા

આરજેડીમાં બધું જ સારું ચાલી રહ્યું નથી. આ સંકેત 11 સપ્ટેમ્બરના પૂર્વ સીએમ રાબડી આવાસ પર થયેલી બેઠક દરમિયાન મળી ગયા હતા.

RJDની બેઠકમાં સામેલ ન થયા તેજપ્રતાપ, રાજનીતિક વર્તુળોમાં ચર્ચા

શૈલેંદ્ર, પટના: આરજેડીમાં બધું જ સારું ચાલી રહ્યું નથી. આ સંકેત 11 સપ્ટેમ્બરના પૂર્વ સીએમ રાબડી આવાસ પર થયેલી બેઠક દરમિયાન મળી ગયા હતા. જ્યારે રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને લાલૂ પ્રસાદના મોટા દિકરા તેજ પ્રતાપે બેઠકથી સામેલ થયા ન હતા. આરજેડી સૂત્રોનું કહેવું છે કે, જ્યારે બેઠક શરૂ કરવામાં આવી ત્યારે તેજ પ્રતાપ ઘરે જ હતા, પરંતુ બેઠકમાં ના આવ્યા. ચર્ચા ચાલી રહી હતી, તો આરજેડી નેતાઓ સ્પષ્ટા કરવાની શરૂ કરી દીધી હતી. પરંતુ સત્તાપક્ષ આ વિષય પર સવાલો ઉભા કરી રહ્યા છે અને કહ્યું હતું કે આતો થવાનું જ હતું.

આવું પહેલી વખત નથી થયું, જ્યારે આરજેડીની કોઇ બેઠક ખઇ હોય તો તેમાં તેજ પ્રતાપ હાજર હોતા જ નથી. પરંતુ આ વખતે પણ થયું. પાર્ટી પદાધિકારિઓની વિસ્તારિત બેઠક થઇ રહી છે. જેમાં ધારાસભ્ય, સાંસદ, જિલ્લાધ્યક્ષ સહિત બધા સામેલ હતા, પરંતુ તેજ પ્રતાપ ન હતો. જોકે તેજ પ્રતાપનું બેઠકમાં સામેલ ન થયા પર કોઇ પ્રકારની સ્પષ્ટા કરવામાં આવી નથી, પરંતુ રાજનીતિક વર્તૃળોમાં આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કેમકે તેજ પ્રતાપ ચુપ હતા. અમૂમન તેજ પ્રતાપની તરફથી દરેક મુદ્દા પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવામાં આવે છે, પરંતુ બંધને લઇ કોઇપણ પ્રકારનું નિવેદલ તેજ પ્રતાપની તરફથી મળ્યું નથી અને ના તેમની પાર્ટીને લઇ કોઇપણ પ્રકારનું ટ્વિટ કર્યુ છે. હાં, મોદી સરકારને વધતી મોંધવારીને લઇ સવાલોના ઘરેમાં જરૂર ઉભો કરવામાં આવ્યા છે.

આરજેડીની બેઠકમાં ભાગ લેવા અને એસસી/એસટી મુદ્દે પોતાની રાય રાખવાવાડા આરજેડી નેતા શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે તેજ અને તેજસ્વી યાદવની વચ્ચે કોઇ પ્રકારનો મતભેદ નથી. બન્ને ભાઇ એક છે. તેઓ લાલૂ પ્રસાદના પરિવાર સાથેના પોતાને વર્ષો જુના સંબંધોની યાદ અપાવે છે. કહે છે કે પરિવારમાં કોઇ મતભેદ નથી, પરંતુ એક વાત સાચી છે કે તેજસ્વી યાદવને લાલૂ પ્રસાદના સમર્થકોએ પોતાનો નેતા માની લીધો છે. તેમને ખબર છે કે આવતા દિવસોમાં તેજસ્વી યાદવ જ પાર્ટીનું નેતૃત્વ કરશે. તેજ પ્રતાપે જાતે જ તેજસ્વીને અર્જૂન જાહેર કર્યો છે. તો, આરજેડી ધારાસભ્ય અખ્તરૂલ ઇસ્માઇલ શાહીનએ કહ્યું હતું કે બંને ભાઇઓની જોડી રામ-લક્ષ્મણ જેવી છે. કોઇપણ પ્રકારની તિરાડ પડવાની નથી. તેમણે કહ્યું કે તેજસ્વી યાદવ પાર્ટીની આ મીટિંગમાં હતા, તો તેજ પ્રતાપ આરજેડીના છાત્ર નેતાઓનો પગપાળા મોર્ચા માટે સિતાબદિયારાને રવાના કરી રહ્યા હતા.

જોકે પહેલા કહેવામાં આવ્યું હતું કે તેજસ્વી યાદવ પદ યાત્રાને લીલી ઝંડી દેખાડશે અને તેમાં સામેલ પણ થશે, પરંતુ એવું થયુ નથી. તેજસ્વી યાદવ યાત્રા દૂર રહ્યા, જે કારણે તેજ પ્રતાપને લીલી ઝંડી દેખાડવી પડી હતી. આરજેડીના સહયોગી કોંગ્રેસ પણ તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવની વચ્ચે ઓલ ઇઝ વેલ હોવાનું ગીત ગાઇ રહ્યા છે. પાર્ટીમાં બિહાર પ્રદેશના પ્રવક્તા સરોજ યાદવનું કહેવું હતું કે જલ્દી હકીકત સામે આવી જશે. બંને ભાઇ એક છે.

બિહારની સત્તામાં સામેલ જડીયૂ અને ભાજપાએ તેજ પ્રતાપના બહાને આરજેડી પર વાર કરવાનું શરૂ કરી દીધુ હતું. જડીયૂ નેતા ઉપેંદ્ર પ્રસાદનું કહેવું છે કે, આતો સામે આવવાનું જ હતું, કેમકે લાંબા સમયથી જે વાત સામને આવી રહીં હતી. તેમણે સ્પષ્ટ રીતે સંકેત મળ્યો  હતો કે તેજસ્વી યાદવની તરફથી તેજ પ્રતાપને આગળ વધવા દેવામાં આવતા નથી. પહેલા પણ તેજ પ્રતાપ સોશિયલ મીડિયા પર પોતાનું દુ:ખ લખી ચુક્યા છે. તેમણે એક એમએલસી સુધીનું નામ પણ લખ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news