પાર્ટીમાં મારૂ કોઇ જ અસ્તિત્વ નહી, વિચારૂ છું દ્વારકા જતો રહું: તેજપ્રતાપ યાદવ

બિહારમાં આરજેડી પ્રમુખ લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપે કરેલા એક નિવેદનનાં કારણે હોબાળો મચી ગયો છે

Updated By: Jun 9, 2018, 09:16 PM IST
પાર્ટીમાં મારૂ કોઇ જ અસ્તિત્વ નહી, વિચારૂ છું દ્વારકા જતો રહું: તેજપ્રતાપ યાદવ

પટના : શું આરજેડી સુપ્રીમો લાલુ યાદવનાં બંન્ને પુત્રોની વચ્ચે સતત અંતર વધી રહ્યું છે. આજે બિહારનાં રાજકીય ગલિયારામાં સવાલ દરેકના મોઢે છે કે આ સવાલ તેજ પ્રતાપ યાદવનાં એક નિવેદન બાદ થયું છે. જી હ એક નિવેદન જેમાં તેમણે કહ્યું કે, પાર્ટીની અંદર તેમનો અવાજ સાંભળવામાં નથી આવી રહ્યું. એટલું જ નહી તેમણે કહ્યું કે, પાર્ટીનાં કેટલાક નેતા બંન્ને ભાઇઓની વચ્ચે તિરાડ પાડવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છે. 

બિહારમાં આરજેડી પ્રમુખ લાલુ યાદવનાં મોટા પુત્ર તેજપ્રતાપનાં એક ટ્વીટ બાદ હોબાળો મચ્યો છે. પાર્ટીમાં મોટી ફુટના સંકેત મળી રહ્યા છે. શનિવારે તેજપ્રતાપે પાર્ટીના મોટા નેતાઓ પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીમાં મારૂ કોઇ સાંભળી નથી રહ્યુ. વિચારી રહ્યો છું કે દ્વારકા જતો રહું. તેજસ્વીએ રાજનીતિમાંથી સન્યાસ લેવાના સંકેત આપતા કહ્યું કે, અમે પાર્ટીના તમામ અસામાજિક તત્વોને દુર કરવા પડશે. રાજેન્દ્ર પાસવાન જેવા નેતાઓ અમારા માટે ખુબ સંઘર્ષ કરી રહ્યા છે. લાલુજી, રાબડીજી અને તેજસ્વીને મારા કહ્યા બાદ જ પદ મળ્યું. તેમાં આટલો સમય શા માટે લાગ્યો ? 

પાર્ટીના નેતાઓ મારો ફોન નથી ઉપાડતા અને તેમને એવું કરવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ કહ્યું છે. મારા અને ભાઇ વચ્ચે કોઇ મતભેદ નથી. અમારે મતભેદ પેદા કરનારા લોકોને હટાવવા પડશે. હું ઇચ્છું છુ કે પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓની ઓળખ કરો અને તેને ટુંકમાં જ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે.