તેલંગણામાં પિતાની સામે 18 વર્ષની પુત્રીનું અપહરણ, CCTV માં કેદ થઈ સમગ્ર ઘટના

Kidnapping Case: તેલંગણામાં એક 18 વર્ષની યુવતીનું તેના પિતાની સામે અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આ મામલે એક નવી જાણકારી આપી છે. 

તેલંગણામાં પિતાની સામે 18 વર્ષની પુત્રીનું અપહરણ, CCTV માં કેદ થઈ સમગ્ર ઘટના

હૈદરાબાદઃ તેલંગણામાં એક અપહરણની ઘટના સામે આવી છે, જેમાં પિતાની સામે તેની પુત્રીને કિડનેપ કરી લેવામાં આવે છે. આ મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ઘટના તેલંગણાના રાજન્ના સિરસીલા જિલ્લાના એક ગામમાં સવારે પાંચ કલાકની છે જ્યારે યુવતી પોતાના પિતાની સાથે મંદિરથી પરત પોતાના ઘરે જઈ રહી હતી. 

આ મામલામાં પોલીસે કેસ દાખલ કરી દીધો છે. મંદિરથી પરત ફરવા સમયે 18 વર્ષની યુવતીને 4 લોકોએ બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધી અને તેના પિતા પાછળથી ભાગતા આવ્યા હતા. CCTV માં જોવા મળી રહ્યું છે કે ચાર લોકો એક કારથી આવ્યા. બે લોકો બહાર નિકળ્યા અને એકે યુવતીને બળજબરીથી કારમાં બેસાડી દીધી હતી. બીજો પુરૂષ યુવતીના પિતાને પકડે છે. ત્યારબાદ બંને આરોપી કારમાં બેસીને ત્યાંથી ફરાર થઈ જાય છે. યુવતીના પિતા કારની પાછળ ભાગે છે, પરંતુ અપહરણકર્તાઓ ફરાર થઈ જાય છે. 

— ANI (@ANI) December 20, 2022

સગીર હતી, ત્યારે પ્રેમીની સાથે ભાગી હતી- પોલીસ
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કિડનેપિંગમાં ચાર આરોપી સામેલ છે. તપાસમાં સામે આવ્યું કે યુવતી થોડા સમય પહેલા પોતાના પ્રેમીની સાથે ભાગી ગઈ હતી, ત્યારે તે સગીર હતી. બની શકે કે અપહરણમાં તેના પ્રેમીનો હાથ હોય. તે તેને લઈ ગયો હોય. આરોપીઓને ઝડપવા માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. 

ગામના યુવક પર પોલીસને શંકા
નોંધનીય છે કે પોલીસે જ્યારે આ કેસની તપાસ કરી તો તેમને જાણકારી મળી કે 18 વર્ષની યુવતી થોડા સમય પહેલા પોતાના પ્રેમી સાથે ઘરેથી ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ હવે પ્રેમી પર અપહરણની શંકા વ્યક્ત કરી રહી છે, પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ નથી. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલાને ઉકેલવા માટે ટીમોની પણ રચના કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news