સીમા પર અર્થીઓ ઉઠી રહી હોય ત્યારે વાતચીતનો અવાજ સારો નથી લાગતો: સ્વરાજ

વિશ્વનાં 192 પૈકી 186 દેશો સાથે સંપર્ક સાધીને સંબંધ સ્થાપિત કરાયો જ્યારે 77 પાસપોર્ટ કેન્દ્રોમાંથી 227 કરાયા

સીમા પર અર્થીઓ ઉઠી રહી હોય ત્યારે વાતચીતનો અવાજ સારો નથી લાગતો: સ્વરાજ

નવી દિલ્હી : વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સીમા પર તણાવની વચ્ચે પાકિસ્તાન સાથે વાતચીત શક્ય નથી. તેમણે કહ્યું કે હાલમાં સરકારે વિશ્વનાં ઘણા દેશો સાથે ભારતનાં સંબંધો મજબુત બનાવ્યા છે. આ વાત વિદેશ મંત્રીએ પોતાનાં વિભાગની સિદ્ધિઓ મીડિયા સમક્ષ રજુ કરતા સમયે કહી હતી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારનાં ચાર વર્ષ પુર્ણ થયા છે ત્યારે કેન્દ્રીય મંત્રીઓ દ્વારા 4 વર્ષ મોદી સરકાર કાર્યક્રમ હેઠળ પોતાનાં વિભાગોનીસિદ્ધીઓ લોકો સમક્ષ મુકી રહ્યા છે. 

4 વર્ષમાં 186 દેશોની યાત્રાઓ
સ્વરાજે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રનાં 192 સભ્યો છે તેમાંથીએક ભારત પણ છે. અત્યાર સુધી ભારતે 186 દેશો સાથે સંપર્ક સ્થાપિત કરી ચુક્યું છે. અહીં મંત્રી સ્તરીય યાત્રા પણ થઇ ચુકી છે. બાકી 6 દેશો સાથે પણ ટુંક જ સમયમાં સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, એવું પહેલીવાર થયું છે કે દેશનાં વડાપ્રધાન વિદેશમાંવસી રહેલા ભારતીયો સાથે સીધો સંવાદ સાધતા હોય અને તેમનાં પ્રશ્નો સાંભળતા હોય છે. 

227 નવા પાસપોર્ટ કેન્દ્ર ખોલવામાં આવ્યા
જ્યારે સરકાર સંભાળીને દેશમાં 77 પાસપોર્ટ કેન્દ્ર હતા. મધ્યપ્રદેશમાં એક કાર્યાલય ભોપાલમાં હતું. પુર્વોત્તર ભારતનાં 8 રાજ્યોને માત્ર ગુવાહાટીમાં એક પાસપોર્ટ કેન્દ્ર હતું. આજે તમામ પુર્વોત્તર રાજ્યોમાં તમામ રાજ્યોમાં અલગ અલગ  પાસપોર્ટ કેન્દ્ર ખોલ્યા છે. આ 4 વર્ષમાં 227 પાસપોર્ટ કેન્દ્ર ખોલે છે. તેમાંથી 211 કેન્દ્ર પોસ્ટઓફીસ સાથે મળીેન પીઓપીએસ કેન્દ્રની અંદર ખોલવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news