રેસક્યું સતત 16માં દિવસે પણ ચાલું: વધારે એક બાળકને બચાવાયો
થાઇલેન્ડમાં વધારે એક બાળકને સ્ટ્રેચર પર સુવડાવીને બહાર લઇ જવાયો હોવાનું સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી
Trending Photos
બેંકોક : થોડા જ દિવસો પહેલા થાઇલેન્ડની ગુફાઓ સાથે પાંચમા દિવસે બાળકને બહાર કાઢવાનાં સમાચાર આવ્યા છે. સીએનએનનાં પ્રત્યક્ષદર્શીનાં હવાલાથી કહ્યું કે, સોમવારે આશરે એક બાળકને બહાર કાઢવામાં આવ્યો છે. તેને સ્ટ્રેચર પર સુવડાવીને બહાર લઇ જવામાં આવ્યો. રવિવારે 4 બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 16 દિવસ પહેલા 12 બાળકોએ પોતાનાં કોચ સહિત ગુફામાં ફસાઇ ગયા હતા.
અગાઉ સેનાના મેજર જનરલ ચાલોંગચાય ચામકામે કહ્યું કે તમામ 13ને બચાવવા માટેનું અભિયાન બેથી ચાર દિવસ સુધી ચાલુ રહેશે. આ હવામાન અને પાણીની સ્થિરતા પર નિર્ભર કરે છે. રેસક્યુંમાં બચાવવા માટે 8 દેશોના નિષ્ણાંતો લાગેલા છે. બચાવ દળમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને યુરોપ અને એશિયાનાં અન્ય હિસ્સાના ડાઇવર્સનો પણ સમાવેશ થાય છે.
અંધારી, પાતળી અને પુરના પાણીથી ભરાયેલી ગુફામાં 15 દિવસ સુધી બંધ રહ્યા બાદ જે 4 બાળકોને રવિવારની રાત્રે કાઢવામાં આવ્યા, તેમાંથી ઘણાની માંને પણ આ અંગે માહિતી નહોતી આપવામાં આવી. ગાર્ડિયનનાં રિપોર્ટ અનુસાર, થાઇલેન્ડની મીડિયાએ રેકસ્યૂં કરેલા બાળકોનાં નામ છાપી દીધા, જો કે અધિકારીઓએ ઓછામાં ઓછા પરિવારજનોને આ અંગે માહિતી આપી છે.
14 વર્ષનાં મોન્ગખોલ બૂનપિયમ પણ ગુફામાં ફસાયેલા બાળકોમાં હતા. મીડિયાના અનુસાર તેને રવિવારે રેસક્યું કાઢી લેવામાં આવ્યો. તેની માં નમહોમ બૂનપિયમને સોશિયલ મીડિયાથી જ આ અંગે માહિતી મળી ગઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે