થાણેમાં મોટી દુર્ઘટના, 40 માળની બિલ્ડીંગ પરથી પડી લિફ્ટ, 6 લોકોના મોત, એકની હાલત ગંભીર

થાણે શહેરના બાલકુમ વિસ્તારમાં 40 માળની બિલ્ડીંગ રુનવાલ એરીનમાંથી એક લિફ્ટ તૂટી પડી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ એકનું રસ્તામાં જ મોત થયું હતું.

થાણેમાં મોટી દુર્ઘટના, 40 માળની બિલ્ડીંગ પરથી પડી લિફ્ટ, 6 લોકોના મોત, એકની હાલત ગંભીર

ઠાણેઃ મહારાષ્ટ્રના ઠાણે શહેરમાં રવિવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાય છે. અહીં એક બહુમાળી ઈમારતમાં લિફ્ટ પડવાથી પાંચ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ એકનું રસ્તામાં મોત થઈ ગયું છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી અને તપાસ કરવામાં આવી રહી છે. ઠાણે કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખ યાસીન તડવીએ કહ્યુ કે જે ઇમારતમાં આ દુર્ઘટના થઈ તે ઘોડબંદર રોડ પર સ્થિત છે. 

જાણકારી પ્રમાણે ઘોડબંદર રોડ પર બાલ્કુમ વિસ્તારમાં નારાયણી સ્કૂલની પાસે હાલમાં 40 માળની ઇમારત રૂનવાલ આઇરીન બનીને તૈયાર થઈ છે. રવિવારે તેની છત પર વોટરપ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. દુર્ઘટના સમયે જ્યારે મજૂર કામ પૂરુ કર્યા બાદ નીચે ઉતરી રહ્યાં હતા, ત્યારે લિફ્ટનું દોરડું તૂટી ગયું હતું. 

— ANI (@ANI) September 10, 2023

ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ બાલકુમ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર ઓમકાર વૈતી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ આ ઘટનાની માહિતી મળતા જ પૂર્વ સ્થાનિક કાઉન્સિલર સંજય ભોઈર ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્યમાં મદદ કરી હતી.

દુર્ઘટનામાં એકની સ્થિતિ નાજુક
રેસ્ક્યૂ ટીમે લિફ્ટમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં પાંચ મજૂરોના ઘટનાસ્થળે મોત થયા હતા. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત બે મજૂરોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે એક મજૂરનું મોત થયું જ્યારે બીજાના હાડકાં ભાંગી ગયા છે. નિપ્પોન હોસ્પિટલના તંત્રએ જણાવ્યું કે તેની સ્થિતિ સ્થિર છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news