UP Kanpur Village: આ ગામની ઓળખ છે અહીંના 'જમાઈ', સ્ટોરી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

UP Kanpur Village: કાનપુરના આ ગામમાં લગભગ 500 લોકો રહે છે. આ ગામ અકબરપુર તાલુકામાં આવેલું છે અને અહીં લગભગ 70 ઘર છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે 70 ઘરોમાંથી 40 થી વધુ ઘર જમાઈના છે

UP Kanpur Village: આ ગામની ઓળખ છે અહીંના 'જમાઈ', સ્ટોરી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

UP Kanpur Village: ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જેનો ઇતિહાસ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. આવા જ ભારતના કેટલાક ગામ પણ અનોખા કારણોને કારણે લાઈમલાઈટમાં આવ્યા છે. તમે એવા ગામ વિશે તો સાંભળ્યું હશે કે જ્યાં માત્ર જોડીયા બાળકો જન્મે છે. ભારતનું એક એવું ગામ છે જ્યાં 40 થી વધુ ઘર જમાઈના છે અને આ કારણ છે કે આ ગામનું નામ દામાદનપુરવા પડી ગયું છે.

70 માંથી 40 ઘર જમાઈના
કાનપુરના આ ગામમાં લગભગ 500 લોકો રહે છે. આ ગામ અકબરપુર તાલુકામાં આવેલું છે અને અહીં લગભગ 70 ઘર છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે 70 ઘરોમાંથી 40 થી વધુ ઘર જમાઈના છે. અહીં રહેતા વૃદ્ધોના જણાવ્યા અનુસાર 1970 માં આ ગામની રાજરાણીના લગ્ન થયા બાદ તેમના પતિ સાંવરે કઠેરિયા તેમની સાસરીમાં રહેવા લાગ્યા.

શું કહે છે ઇતિહાસ?
સાંવરે કઠેરિયા માટે જ્યારે જગ્યા ઘટવા લાગી તો તેમને ગામની પાસે જમીન આપવામાં આવી હતી. રાજરાણીના પતિ બાદ ઘણા છોકરા આ ગામની દીકરીઓ સાથે લગ્ન કરી પહેલા જમાઈ બન્યા અને પછી અહીં જમીન લઇને રહેવા લાગ્યા. અહીંથી આ પરંપરા વધવા લાગી અને 2005 સુધીમાં આ ગામમાં જમાઈના 40 ઘર બની ગયા હતા. તમને જણાવી દઈએ કે અહીં સૌથી ઉમરલાયક જમાઈ 78 વર્ષના છે.

હજુ પણ વસાવટ ચાલુ છે
તમને જાણીને થોડુ વિચિત્ર લાગશે કે આ પરંપરા હજુ પણ ચાલી રહી છે. તેનો અર્થ છે કે ત્રીજા યુગના જમાઈ પણ આ ગામમાં આવીને વસવાટ કરે છે. જ્યારે લોક ગામનું નામ સાંભળે છે તો સ્માઈલ કરવા લાગે છે કેમ કે કોઈએ પણ પહેલા આવું નામ સાંભળ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news