મહારાષ્ટ્રના રાજકીય કંકાસની અસર શેર બજાર પર પડશે, ઈન્વેસ્ટર્સ નજર તાકીને બેસ્યા છે
ભારતીય શેર બજાર (Share Market) ની દિશા આ સપ્તાહ વિદેશી હરકતોની સાથે સાથે ઘરેલુ કંકાસ પર પણ નજર રાખીને બેસી છે. ખાસ કરીને મહારાષ્ટ્રની હાલ ચાલી રહેલી રાજકીય ઘટનાક્રમો પર ઈન્વેસ્ટર્સની નજર રહેશે. જોકે, નવેમ્બર મહિનાના ફ્યુચર એન્ડ ઓપ્શન કરારની એક્સપાયરીને લઈને ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ઘરેલુ શેર બજારમાં ગત સપ્તાહ મુનાફાવસૂલીને કારણે અંતિમ બે સત્રોમાં નબળાઈને કારણે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) અંદાજે સપાટ બંધ થયો. જ્યારે સપ્તાહ દરમિયાન સેન્સેક્સ ફરી નવી ઊંચાઈ પર 40,816.38 સુધી ઉછળ્યો હતો.
Trending Photos
મુંબઈ :ભારતીય શેર બજાર (Share Market) ની દિશા આ સપ્તાહ વિદેશી હરકતોની સાથે સાથે ઘરેલુ કંકાસ પર પણ નજર રાખીને બેસી છે. ખાસ કરીને મહારાષ્ટ્રની હાલ ચાલી રહેલી રાજકીય ઘટનાક્રમો પર ઈન્વેસ્ટર્સની નજર રહેશે. જોકે, નવેમ્બર મહિનાના ફ્યુચર એન્ડ ઓપ્શન કરારની એક્સપાયરીને લઈને ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ઘરેલુ શેર બજારમાં ગત સપ્તાહ મુનાફાવસૂલીને કારણે અંતિમ બે સત્રોમાં નબળાઈને કારણે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) અંદાજે સપાટ બંધ થયો. જ્યારે સપ્તાહ દરમિયાન સેન્સેક્સ ફરી નવી ઊંચાઈ પર 40,816.38 સુધી ઉછળ્યો હતો.
મહારાષ્ટ્ર (Maharastra) માં ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સહયોગથી સરકાર બનાવી છે. પરંતુ ફરીથી સત્તાની બાગડોર સંભાળનાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ની સામે બહુમત વિધાનસભામાં સાબિત કરવુ એક મોટી ચેલેન્જ રહેશે. કેમ કે, રાંકપાના અધ્યક્ષ શરદ પવારે ભાજપ (BJP) ને સમર્થન ન આપ્યું. માર્કેટના જાણકારો બતાવે છે કે, ભાજપના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં સરકાર બનવાથી બૂલેટ ટ્રેન પરિયોજનાથી લઈને પ્રદેશનો બીજો પાયાગત ઢાંચાગત યોજનાઓમાં તેજી આવવાની આશાથી માર્કેટમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે.
Happy Birthday : રૂપા ગાંગુલી માટે અસલી ચેલેન્જ તો મહાભારત બાદની હતી, જ્યાં લોકોએ...
માર્કેટના વિશ્લેશકો અનુસાર, અમેરિકા અને ચીનની વચ્ચે વેપાર વાર્તા સકારાત્મક દિશામાં રહેવાને કારણે વિદેશી માર્કેટમાં તેજીથી સંકેત મળવાના અને મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાનીમાં બનેલી સરકાર પર છવાયેલ અનિશ્ચિતતાના વાદળ દૂર થવાની શક્યતામાં માર્કેટમાં તેજીથી પરિણામ બની શકે છે. જેનાથ સેન્સેક્સ અને નિફ્ટીની નવી ઊંચાઈને સ્પર્શી શકે છે. દેશની આર્થીક રાજધાની મુંબઈની હલચલની સાથે સાથે આ ઘટનાક્રમને લઈને દિલ્હીમાં સંસદની ગતિવિધિઓ પર બજારની નજર રહેશે.
આજના દિવસે માર્કેટ
ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 221 અંકના વધારા સાથે 40580 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 63 અંકના વધારા સાથે 11978 પર કારોબાર કરી રહ્યો છે.
આવતીકાલથી સ્વેટર પહેરવાનું રાખજો, રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે
ઘરેલુ શેર માર્કેટમાં જોકે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવ અને ડોલરના મુકાલબે રૂપિયાની ચાલની અસર પણ જોવા મળશે. તો બીજી તરફ, નવેમ્બર સીરિઝના એફએન્ડઓ કરારની એક્સપાયરી ગુરુવારાના રોજ થઈ રહી છે, જેના બાદ વેપારી ડિસેમ્બર સીરિઝના કરારમાં પોતાની પોઝીશન બનાવશે. આ ઉપરાંત સપ્તાહ દરમિયાન જાહેર થનારા આર્થિક આંકડાની પણ બજારને રાહ રહેશે. સપ્તાહના આખરમાં શુક્રવારે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આંકડા જાહેર રહેશે. આ ઉપરાંત, વિદેશી બજારોમાં જાહેર થનારા આર્થિક આંકડાની પણ અસર જોવા મળશે.
ગત શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના 30 શેર પર આધારિત પ્રમુખ સંવેદી સૂચકાંક સેન્સેક્સ અંદાજે 2.72 અંકોની સાપ્તાહિક બઢત સાથે 40,359.41 પર બંધ થયો હતો. જ્યારે કે નિફ્ટી 18.95 અંકોની સાપ્તાહિક બઢત સાથે 11,914.40 પર રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે