Congress President Election: કોંગ્રેસ અધ્યક્ષ માટે ખડગે અને થરૂર વચ્ચે ટક્કર, કેએલ ત્રિપાઠીની ઉમેદવારી રદ્દ
Congress News: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં હવે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જંગ જોવા મળશે. મતદાન 17 ઓક્ટોબરે થશે.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે હવે શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge vs Shashi Tharoor) વચ્ચે મુકાબલો થશે. કોંગ્રેસના અધ્યક્ષની રેસમાં હવે માત્ર બે ઉમેદવાર હશે. કેએન ત્રિપાઠીની ઉમેદવારી રદ્દ થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે મતની ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યુ કે કોંગ્રેસના બે ઉમેદવાર અધ્યક્ષ પદ માટે ચૂંટણીમાં હશે. 8 ઓક્ટોબર સુધી નામ પરત લઈ શકાય છે. આજે બે ઉમેદવાર આમને-સામને છે બાકી તસવીર 8 તારીખ બાદ સ્પષ્ટ થશે. કોઈ નામ પરત નહીં લે તો ચૂંટણીની પ્રક્રિયા પ્રારંભ થશે.
4 ઉમેદવારી પત્રો રદ્દ થયા
મધુસૂદન મિસ્ત્રીએ કહ્યુ કે શુક્રવારે કુલ 20 ફોર્મ જમા કરવામાં આવ્યા. તેમાંથી સ્ક્રૂટની કમિટીએ હસ્તાક્ષરની સમસ્યાને કારણે 4 ફોર્મ રદ્દ કરી દીધા. કેએન ત્રિપાઠીના ફોર્મને રદ્દ કરવામાં આવ્યું કારણ કે તે નિર્ધારિત માપદંડોને પૂરુ કરતું નહોતું, તેમાં હસ્તાક્ષરથી સંબંધિત સમસ્યા હતી. કોંગ્રેસ અધ્યક્ષ પદના બે વર્તમાન દાવેદારોમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર સામેલ છે.
ખડગેના પ્રસ્તાવકોની લિસ્ટમાં 30 મોટા નેતા
ઉમેદવારી તો ત્રણ લોકોએ નોંધાવી છે, પરંતુ અધ્યક્ષ પદની ખુરશી પર ખડગેની દાવેદારી મજબૂત છે. પરંતુ કોંગ્રેસે તે આરોપોથી ઇનકાર કર્યો છે કે તેના પરિવારનું કોઈ નેતાને સમર્થન મળશે. થરૂર અને ત્રિપાઠીના પ્રસ્તાવકોમાં જ્યાં ગણ્યા-ગાંઠ્યા નેતાઓ હતા, તો ખડગેના પ્રસ્તાવકોના લિસ્ટમાં 30 મોટા નેતાઓ સામેલ છે. તેમાં જી-23ના મોટા ચહેરા આનંદ શર્મા અને મનીષ તિવારી પણ સામેલ છે. ખડગેની સાથે નેતાઓની આ તસવીર સ્પષ્ટ કરી રહી છે કે પરિણામ શું આવવાનું છે.
કોંગ્રેસને 51 વર્ષ બાદ મળશે દલિત અધ્યક્ષ
હાઈકમાન્ડ અને ટોપ લીડર્સના સમર્થનની ખડગેનું અધ્યક્ષ બનવું નક્કી છે. જો ખડગે અધ્યક્ષ બને છે તો બાબૂ જગજીવન રામ બાદ તે બીજા દલિત અધ્યક્ષ હશે. ખડગે દક્ષિણ ભારત (કર્ણાટક) થી આવે છે અને દલિત સમુદાય સાથે સંબંધ ધરાવે છે. બાબૂ જગજીવન રામ બાદ અત્યાર સુધી કોઈ દલિત નેતાએ પાર્ટીનું નેતૃત્વ કર્યું નથી. તો 1970-1971માં કોંગ્રેસના અધ્યક્ષ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે