Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળી પ્રદેશ નેતાગીરીની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી છે.
Congress Rajya Sabha Candidates Announcement: કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં સૌથી મહત્વનું નામ પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું છે. તેમના સિવાય કોંગ્રેસે અન્ય 6 નામો પર પણ મહોર મારી છે.
કોંગ્રેસના મહાસચિવ દીપા દાસ મુનશીએ જણાવ્યું છે કે કેરળના નવા મુખ્યમંત્રી અંગે અંતિમ નિર્ણય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે. દિલ્હીમાં યોજાયેલી લાંબી બેઠક બાદ તેમણે માહિતી આપી કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ હાઇકમાન્ડને નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા છે અને ટૂંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે.
Kharge Calls PM Modi a Terrorist: તાજેતરમાં ગુજરાતીઓ પર ટિપ્પણી કરી વિવાદમાં આવી ચૂકેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હવે પ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણી કરી છે. ખડગેના નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કરી માફીની માંગ કરી છે.
Gandhinagar News: કેરળમાં એક ચૂંટણી રેલી દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનથી રાજકીય વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરતા નિવેદનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આકરી આલોચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડા છ કરોડ ગુજરાતીઓ અને ગાંધીજી-સરદાર સાહેબની ભૂમિનું અપમાન કરનારા ખડગે ગુજરાતની માફી માંગે તેવી માંગ કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના ગુજરાતીઓ વિશે વિવાદિત નિવેદન પર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાત માફ નહીં કરે.
શું ગુજરાતીઓ અભણ છે? કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનથી રોષ. જુઓ વીડિયો.
Gujarat Congress:ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા દિલ્હીમાં કોંગ્રેસનું મંથન. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક. બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર. 6 મહિનામાં ગુજરાત કોંગ્રેસે કરેલા કામની થશે સમીક્ષા. આગામી દિવસોના કાર્યક્રમનું બેઠકમાં આયોજન.
Gujarat congress : ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં દિલ્હીમાં કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે આજે બેઠક કરી રહ્યાં છે. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહેવાના છે. આ બેઠક એ 6 મહિનામાં ગુજરાત કોંગ્રેસે કરેલા કામની સમીક્ષા માટે બોલાવાયી છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી દિલ્હી પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસના હયાત તમામ પૂર્વ પ્રમુખોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ છે. આ બેઠક ચાલુ થઈ ગઈ છે. કોંગ્રેસે વધુમાં વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર કબ્જો મેળવવા રણનીતિ ઘડાય તેવી પૂરી સંભાવના છે. રાજ્યના દરેક જિલ્લા અને શહેરની અલગ અલગ ઇલેક્શન કમિટી કોંગ્રેસ બનાવે તેવી સંભાવનાઓ છે. જિલ્લા અને શહેરની સંસ્થાઓની ચૂંટણી માટેના ઉમેદવારો સ્થાનિક ચૂંટણી સમિતિ નક્કી કરશે. કોંગ્રેસના સિનિયર નેતાઓને એક એક જિલ્લા અને શહેરના પ્રભારી નિમવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં ચૂંટણી સમિતિ અને પ્રભારીઓની નિમણૂંક થશે. ગુજરાતમાં કોંગ્રેસની ખસ્તાહાલ હાલત વચ્ચે રાહુલ ગાંધીની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક અતિ મહત્વની સાબિત થાય તેવી સંભાવના છે. ગુજરાતમાંથી કોંગ્રેસના મોટા નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. કોંગ્રેસમાં આંતરિક કકળાટ અને ભાજપની સરકાર અને સંગઠનમાં મજબૂતીએ કોંગ્રેસના પાયા હચમચાવી દીધા છે. હવે આપના પગપેસારાથી ગુજરાતમાં કોંગ્રેસ માટે હાલમાં વિકટ સ્થિતિ છે. હાલમાં કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે. એક તરફ ભાજપની મજબૂતી અને બીજી તરફ 'આપ' (AAP) ના વધતા પ્રભાવ વચ્ચે કોંગ્રેસ માટે આ 'કરો કે મરો' જેવી સ્થિતિ છે. છેલ્લા 6 મહિનાના કામનું રિપોર્ટ કાર્ડ રાહુલ ગાંધી સામે આજે રજૂ થવાનું છે, જે આંતરિક કકળાટને ડામવા માટે મહત્વનું બની રહે તેવી કોંગ્રેસને આશા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે દેશમાં તમામ મુશ્કેલીનું મૂળ આરએસએસ અને ભાજપ છે. આરએસએસ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. આ પહેલા તેમના પુત્ર પ્રિયંક ખડગેએ પણ આરએસએસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.
Mallikarjun Kharge : કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને બેંગલુરુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 7 ઓક્ટોબરના રોજ નાગાલેન્ડના કોહિમામાં એક મહત્વપૂર્ણ જાહેર સભા પહેલા તેમની તબિયત લથડી હોવાના અહેવાલ છે.
Congress national president Mallikarjun Kharge gives ultimatum
કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે ગુજરાતમાં, Video
Priyank Kharge: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત RSS ની ટીકા કરી રહ્યા છે અને સંગઠન પર દેશને વિભાજીત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ પ્રિયાંક ખડગેએ RSS પર દેશવ્યાપી પ્રતિબંધની વાત કરીને એક નવી ચર્ચા શરૂ કરી છે.
Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમના જેવા કોઈ નથી. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતા નથી કે માફી માંગતા નથી.
National Convention Ahmedabad: કોંગ્રેસના અનેક નેતાઓનું એવું માનવું છે કે ગુજરાતમાં જાતિ આધારિત રાજકારણ આગળ જઈને નુકસાનનું કારણ બની શકે છે. આવામાં તેઓ કોંગ્રેસના નવા પ્રસ્તાવ સાથે સહમત નથી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ AICCની બેઠકમાં નેતાઓને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જેઓ કામ નથી કરતા તેમણે રિટાયર્ડ થઈ જાય અને જેઓ તેમની જવાબદારીઓ નિભાવતા નથી તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ. પાર્ટી સતત હારી રહી છે, પરંતુ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.
PM Modi Targeted Mallikarjun Kharge: મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીના રાજ્ય એકમોને સલાહ આપી હતી કે તેણમે માત્ર એવા વચનો આપવા જોઈએ જે આર્થિક રૂપે સંભવ હોય.
લોકસભા ચૂંટણી પતી ગઈ અને આ વખતે ચૂંટણીના પરિણામો કોંગ્રેસને ખુશ પણ કરી ગઈ. હવે રાહુલ ગાંધીની નજર 261 બેઠકો પર છે. રાહુલ ગાંધી હવે ફૂલ એક્શનમાં છે અને ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓમાં લાગી ગયા છે.
Congress Election Manifesto 2024: કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં અનેક વચનો આપ્યા છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું.
Congress News: કોંગ્રેસ પાર્ટી તરફથી લોકસભા ચૂંટણીની તૈયારી વચ્ચે આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપ સરકારનોદેશની બંધારણીય તથા ન્યાયિક સંસ્થાઓ પર કંટ્રોલ છે.
જેમ જેમ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં રાજનીતિ પણ જોવા મળી રહી છે. આજે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, તેના નેતાઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે નહીં. હવે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પાર્ટી લાઇન પર સવાલ ઉઠાવ્યા છે.