રાહુલની 2 સીટ અંગે ભાજપનો વ્યંગ: અમુક લોકો માત્ર પ્રચાર પુરતા જ હિંદુ હોય છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડમાં લઘુમતી મત માટે ચૂંટણી લડી રહ્યા છે, અમેઠી પર હવે તેને ભરોસો નથી રહ્યો

રાહુલની 2 સીટ અંગે ભાજપનો વ્યંગ: અમુક લોકો માત્ર પ્રચાર પુરતા જ હિંદુ હોય છે

પટના : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપીની અમેઠી લોકસભા સીટના સાથેની કેરળની વાયનાડ સીટ પર પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બાદ  કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ રાહુલ પર વ્યંગ કર્યો. પ્રસાદે સ્પષ્ટ કહ્યું કે, વાયનાડની સીટ રાહુલે એટલા માટે પસંદ કરી કારણ કે તેઓ લઘુમતી વસ્તી વધારે છે. આ સાથે જ પ્રસાદે રાહુલ પર અપ્રત્યક્ષ રીતે હુમલો કરતા કહ્યું કે, કેટલાક લોકો માત્ર ચૂંટણી પુરતા જ હિંદૂ હોય છે. 

PM Modi: 5 વર્ષ સુધી મે માત્ર ખાડા ભર્યા, હવે દેશની જનતાની આશા પુર્ણ કરીશ
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે કોંગ્રેસે જાહેરાત કરી હતી કે રાહુલ અમેઠીની સાથે સાથે કેરળમાં વાયનાડ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. આ જાહેરાત બાદ ભજાપ અધ્યક્ષ અમિત શાહે એક ચૂંટણી કાર્યક્રમમાં રાહુલ પર વ્યંગ કરતા કહ્યું કે, અમેઠીમાં પરાજયના ડરનાં કારણે તેઓ કેરળનાં વાયનાડ ભાગી ગયા જેથી મતોનું ધ્રુવીકરણ કરીને તે જીપ પ્રાપ્ત કરી શકે. 

રવિશંકરે કર્યા આકરા સવાલ
પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. પ્રસાદે કહ્યું કે, કેટલાક લોકો ચૂંટણી પુરતા જ હિંદુ હોય છે. તે માત્ર ચૂંટણી સમયે જ મંદિરમાં જાય છે. પ્રસાદે કહ્યું કે, રાહુલે વાયનાડની સીટ એટલા માટે પસંદ કરી કારણ કે માત્ર 49 ટકા હિંદુ છે. બાકીના લઘુમતી છે. આ દરમિયાન પ્રસાદે કહ્યું કે, દક્ષિણ પ્રત્યે આટલો પ્રેમ હતો તો માત્ર વાયનાડ સીટ જ કેમ અન્ય કોઇ સીટ કેમ નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news