Uttar Pradesh: મતદાનની બરાબર પહેલા NIA ને મળી મોટી સફળતા, અલકાયદાનો એક આતંકી ઝડપાયો

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 10 જાન્યુઆરીએ પહેલા તબક્કાનું મતદાન થાય તે પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ને મોટી સફળતા મળી છે. 

Uttar Pradesh: મતદાનની બરાબર પહેલા NIA ને મળી મોટી સફળતા, અલકાયદાનો એક આતંકી ઝડપાયો

લખનૌ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 10 જાન્યુઆરીએ પહેલા તબક્કાનું મતદાન થાય તે પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ને મોટી સફળતા મળી છે અને એજન્સીએ મતદાનની  બરાબર પહેલા જ અલકાયદા સાથે સંકળાયેલા એક આતંકીની ધરપકડ કરી છે. 

લખનઉમાં IED બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર
ધરપકડ કરાયેલો આતંકી તૌહીદ અહેમદ શાહ જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લાનો રહીશ છે અને તેના પર લખનૌમાં IED વિસ્ફોટનું ષડયંત્ર રચવાનો આરોપ છે. કહેવાય છે કે સંદિગ્ધ આતંકી અલ કાયદા સાથે જોડાયેલો છે. 

આતંકી હુમલા માટે યુવાઓની કરતો હતો ભરતી
ધરપકડ કરાયેલા સંદિગ્ધ આતંકી તૌહીદ અહેમદ શાહ અંસાર ગઝવતુલ હિન્દના નામ પર આતંકી હુમલાને અંજામ આપવા માટે યુવાઓની ભરતી કરી રહ્યું હતું. અંસાર ગઝવાતુલ હિન્દ અલ કાયદા સાથે જોડાયેલું સંગઠન છે. તૌહિદ આ સમગ્ર ભરતી પ્રક્રિયાનો માસ્ટર માઈન્ડ હતો અને તે યુપીમાં આતંકી હુમલાને અંજામ આપવા માટે હથિયાર, ગોળા બારૂદ અને વિસ્ફોટક સામગ્રી ખરીદતો હતો. 

યુપી એટીએસએ 5 આરોપીઓની કરી ધરપકડ
આ મામલે યુપી એટીએસએ લખનૌના ગોમતીનગર પોલીસ મથકમાં 11 જુલાઈ 2021ના રોજ એફઆઈઆર દાખલ કરી હતી. અને તે દરમિયાન 5 આરોપીઓની ધરપકડ થઈ હતી. જેમના વિરુદ્ધ 5 જાન્યુઆરી 2022ના રોજ ચાર્જશીટ પણ દાખલ થઈ. 

કાશ્મીરમાં જૈશના આતંકી મોડ્યૂલનો પર્દાફાશ
બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને સુરક્ષાદળો સતત આતંકીઓ માટે કાળ બનેલા છે. તેમના દરેક ષડયંત્ર નિષ્ફળ કરવા માટે પોલીસ દિવસ રાત ઓલઆઉટ ઓપરેશન ચલાવી રહી છે. આ બધા વચ્ચે પોલીસે અનંતનાગ અને સિરગુફવારામાં બે-બે આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. જેમા 3 હાઈબ્રિડ આતંકી સહિત 11 સંદિગ્ધોની ધરપકડ કરાઈ છે. આ સાથે જ પોલીસે ધરપકડ કરાયેલા આતંકી પાસેથી હથિયાર અને ગોળા બારૂદ સહિત આપત્તિજનક સામગ્રી જપ્ત કરી છે. 

સિરગુફવારામાં સુરક્ષાદળોએ એક ચેક પોઈન્ટ પર ચેકિંગ દરમિયાન એક બાઈક સવારને રોક્યો ત્યારે બાઈક પર સવાર ત્રણ આતંકી ભાગી છૂટ્યા. પરંતુ સુરક્ષાદળો તેમને દબોચવામાં સફળ રહ્યા. તપાસ દરમિયાન પોલીસને તેમની પાસેથી બે મેડ ઈન ચાઈના પિસ્તોલ મળી. આ સાથે જ મેગેઝીન અને કારતૂસ પણ મળ્યા. આ ત્રણેય પાસેથી મળેલી જાણકારીના આધારે બે અન્ય આતંકીઓ પણ પકડાયા. આ સાથે જ પોલીસે બિજબેહરામાં એક અન્ય આતંકી મોડ્યૂલનો પણ પર્દાફાશ કરતા 6 લોકોની ધરપકડ કરી છે. જે જૈશના જ આતંકી સંગઠન KFF સાથે જોડાયેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news