SC/ST સંશોધન કાયદાની સામે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી 6 અઠવાડીયામાં જવાબ આપવા કહ્યું હતું. અરજીકર્તાએ કાયદાના અમલ પર રોક લગાવવાની માંગ કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: એસસી-એસટી સંશોધન કાયદાની સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠ આ મામલા પર સુનાવણી કરશે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી 6 અઠવાડીયામાં જવાબ આપવા કહ્યું હતું. અરજીકર્તાએ કાયદાના અમલ પર રોક લગાવવાની માંગ કરી હતી. જેના પર કોર્ટે કહ્યું હતું કે, સરકારનો પક્ષ સાંભળ્યા વગર કાયદાના અમલ પર રોક લગાવી શકાય નહીં.
તમને જણાવી દઇએ કે બે વકીલ પ્રિયા શર્મા, પૃથ્વી રાજ ચૌહાન અને એક એનજીઓએ જનહિત અરજી દાખલ કરી હતી. અરજીમાં સુપ્રીમ કોર્ટે 20 માર્ચે નિર્ણયને બિનઅસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારને એસસી-એસટી સંશોધન કાયદા 2018ને પડકાર આપ્યો હતો. આ સાથે અરજીમાં એસસી-એસટી એક્ટમાં તાત્કાલીક ધરપકડ રોકને બંધ કરવાની માંગ કરી હતી.
વાંચવા માટે ક્લિક કરો: #Me Too: કઠુઆ રેપ કાંડના એક્ટિવિસ્ટ પર વિદ્યાર્થીએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ
અરજીમાં કહ્યું હતું કે, સરકારનો નવો કાયદો ગેરબંધારણીય છે કેમકે સરકારે સેક્શન 18એ ના દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને બનિઅસરકારક બનાવ્યો છે, જો કે ખોટુ છે અને સરકાર આ નવા કાયદો આવવાથી હવે નિર્દોષ લોકો પણ ફરીથી ફસાઇ જશે. અરજીમાં આ પણ કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સરકાર માટે નવા કાયદાને ગેરબંધારણીય જાહેર કરે અને જ્યાં સુધી આ અરજી સુપ્રીયમ કોર્ટમાં વંલબિત છે, ત્યાં સુધી કોર્ટ નવા કાયદાના અમલ પર રોક લગાવે.
તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના નિર્ણય બિનઅસરકારક કરનાર એસસી-એસટી સંશોધન કાયદા 2018ને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિની મંજૂરી મળવ્યા બાદ એસસી-એસટી કાયદા ભૂતકાળમાં સખત જોગવાઈઓથી લેસ થઇ ગયો છે.
આ છે સરકારનો સંશોધન કાયદો
રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ સંશોધન કાયદો અસરકારક બન્યો છે. આ સંશોધન કાયદા દ્વારા એસસી-એસટી અત્યાચાર અધિનિયમ કાયદામાં ધાર 18એ જોડવામાં આવી છે, જે કહે છે કે આ કાયદાનું ઉલ્લંઘન કરનારની સામે એફઆઇઆર દાખલ કરતા પહેલા પ્રારંભિક તપાસ જરૂરી નથી. અને તપાસ અધિકારીઓને ધરપકડ કરતા પહેલા કોઇની મંજૂરીની જરૂર નથી.
સંશોધિત કાયદામાં આ પણ કહેવામાં આવ્યું છે કે આ કાયદાની અંતર્ગત ગુનો કરનાર આરોપીને આગોતરા જામીનની જોગવાઈનો (સીઆરપીસી ધારા 438) લાભ મળશે નહીં. એટલે કે આગોતરા જામીન મળશે નહીં. સંશોધિત કાયદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ કાયદાનું ઉલ્લંઘન પર કાયદામાં આપવામાં આવેલી પ્રક્રિયાનું પાલન થશે.
વાંચવા માટે ક્લિક કરો: ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન, કહ્યું- ‘ભારતમાં વસતા મુસલમાન રામના વંશજ’
શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે 20 માર્ચે આપેલા નિર્ણયમાં એસસી-એસટી કાયદાનો દુરપયોગ પર ચિંતા વ્યક્ત કરતા માર્ગદર્શિકા જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસસી-એસટી અત્યાચાર નિવારણ કાયદામાં ફરિયાદ મળ્યા બાદ તાત્કાલીક કેસ દાખલ થશે નહીં. ડીએસપી પહેલા ફરિયાદની પ્રારંભિક તપાસ કરી જાણકારી મેળવશે કે કેસ ખોટો અથવા દૂષણ દ્વારા પ્રેરિત નથી. આ ઉપરાંત આ કાયદામાં એફઆઇઆર દાખલ કર્યા બાદ આરોપીની તાત્કાલીક ધરપકડ કરવામાં આવશે નહીં.
સરકારી કર્મચારીની ધરપકડ પહેલા સક્ષમ અધિકારી અને સામાન્ય વ્યક્તિની ધરપકડ પહેલા એસએસપીની મંજૂરી લેવી પડશે. એટલું જ નહીં કોર્ટે આરોપીના અગોતરા જામીનનો પણ રસ્તો ખુલ્લો કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ દેશભરમાં વિરોધ થયો હતો. ત્યારબાદ સરકારે કાયદાને પૂર્વવત્ રૂપમાં લાવવા માટે એસસી-એસટી સંશોધન બિલ સાંસદમાં રજૂ કર્યું હતું અને બન્ને ગૃહોથી બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિની પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે