Uttar Pradesh: આગ્રાના શિવમંદિરમાં મોટી દુર્ઘટના, છત તૂટી પડતા શ્રદ્ધાળુનું મોત, કાટમાળ નીચે અનેક દટાયા

Agra Shive Temple Accident: મામલો શાહગંજ પોલીસ મથકનો છે. અહીં મહાવીર નગરમાં આવેલા શિવ મંદિરની છત કડડભૂસ થઈ ગઈ. લોકો સવાર સવારમાં મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા. જ્યારે આ અકસ્માત તે સમયે મંદિર પરિસરમાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા

Uttar Pradesh: આગ્રાના શિવમંદિરમાં મોટી દુર્ઘટના, છત તૂટી પડતા શ્રદ્ધાળુનું મોત, કાટમાળ નીચે અનેક દટાયા

ઉત્તર પ્રદેશના આગરામાં શિવ મંદિરમાં મોટી દુર્ઘટના ઘટી છે. પૂજા અર્ચના દરમિયાન મંદિર પરિસરની છત પડવાથી એક બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું જ્યારે એક ડઝન જેટલા શ્રદ્ધાળુઓ કાટમાળમાં દટાયા છે. આ ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘટનાસ્થળે લોકોની ભીડ ભેગી થઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અકસ્માતની સૂચના મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. હાલ વિસ્તારમાં આ મામલો ચર્ચાનો વિષય બનેલો છે. 

શાહગંજ પોલીસ મથકનો મામલો
મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો શાહગંજ પોલીસ મથકનો છે. અહીં મહાવીર નગરમાં આવેલા શિવ મંદિરની છત કડડભૂસ થઈ ગઈ. લોકો સવાર સવારમાં મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા. જ્યારે આ અકસ્માત તે સમયે મંદિર પરિસરમાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ઘટના બાદ ત્યાં બૂમાબૂમ થઈ ગઈ. અકસ્માતમાં એક બાળકીનું મોત થઈગયું. જ્યારે એક ડઝન જેટલા લોકો કાટમાળ નીચે દટાયા. સ્થાનિકો લોકો કાટમાળમાં દટાયેલા લોકોને કાઢવા માટે જદોજહેમત કરી રહ્યા છે. 

ઘટનાની સૂચના મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે ઘાયલોને હોસ્પિટલ દાખલ કરાયા. હાલ તેઓ સારવાર હેઠળ છે. એવું કહેવાય છે કે સોમવાર હોવાના કારણે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુ હાજર રહ્યા હતા. શ્રાવણનો મહિનો હોવાના કારણે લોકો શિવ મંદિરમાં કાવડ  ચડાવવા આવ્યા હતા. આ દરમિયાન તે અકસ્માત થયો હતો. લોકોનું કહેવું છે કે લીલના કરાણે આ અકસ્માત થયો. છત પડી. જેમાં લોકો દટાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news