Uttarakhand Election: ભાજપે 59 ઉમેદવારોની યાદી જાહેર કરી, CM ધામી ખટીમાથી ચૂંટણી લડશે
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 59 નામ છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીને ખટીમાથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ બેઠકથી તેઓ બેવાર વિધાયક રહી ચૂક્યા છે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક હરિદ્વારથી ચૂંટણી લડશે.
અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડમાં કુલ 70 વિધાનસભા બેઠકો છે. અહીં 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 10 માર્ચના રોજ ચૂંટણીના પરિણામ આવશે. ભાજપે 59 ઉમેદવારોમાંથી 15 બ્રાહ્મણ, 3 વાણિયા ચહેરાને ટિકિટ આપી છે. ઉત્તરાખંડ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સરિતા આર્યા જેમણે આ અઠવાડિયે જ કેસરિયો ધારણ કર્યો તેમને નૈનીતાલથી ટિકિટ આપવામાં આવી છે.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने उत्तराखंड विधानसभा चुनाव-2022 के लिए निम्नलिखित प्रत्याशियों के नामों पर अपनी स्वीकृति दी है। pic.twitter.com/mcy3UgVEl0
— BJP (@BJP4India) January 20, 2022
ભાજપ તરફથી પ્રહ્લાદ જોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં 5 વર્ષમાં ડબલ એન્જિનની સરકારે વિકાસના કામ કર્યા છે. તેઓ બોલ્યા કે આ દાયકો ઉત્તરાખંડનો છે. જનતાના સપનાને સાકાર કરવા માટે અમે જનતા વચ્ચે જઈ રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે