Live: આખરે ટનલમાંથી બહાર આવ્યા 33 મજૂરો, 17 દિવસ બાદ મળી મોટી સફળતા

400 કલાક અને 17 દિવસ પછી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. અત્યાર સુધી પાંચ મજૂરો બહાર આવ્યા છે.
 

Live: આખરે ટનલમાંથી બહાર આવ્યા 33 મજૂરો, 17 દિવસ બાદ મળી મોટી સફળતા

ઉત્તરકાશીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. આખરે 17 દિવસ બાદ મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી પાંચ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ સહિત તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. મજૂરોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે. 

33 મજૂરો આવી ગયા બહાર
ઉત્તરકાશીની ટનલમાં 12 નવેમ્બરથી અંદર ફસાયેલા 41 મજૂરોમાંથી 33 મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ મજૂરોની મેડિકલ તપાસ કરવામાં આવશે. ટનલમાં મેડિકલ ટીમ પણ હાજર છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ બહાર આવેલા મજૂરો સાથે મુલાકાત કરી રહ્યાં છે. 

અત્યાર સુધી 18 મજૂરો આવ્યા બહાર
અત્યાર સુધી 18 મજૂરોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મજૂરોના પરિવારજનો ગરમ ચા અને ઠંડીના કપડા લઈને ટનલની અંદર ગયા છે. 
 

— ANI (@ANI) November 28, 2023

મુખ્યમંત્રી ધામીએ રેસ્ક્યૂ ટીમની કરી પ્રશંસા
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બહાર આવેલા શ્રમિકો સાથે મુલાકાત કરી છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ત્યાં હાજર છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શ્રમિકો અને રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા કર્મીઓના મનોબળ અને સાહસની પ્રશંસા કરી છે. બહાર આવેલા શ્રમિકોના પરિવારજનો પણ ટનલની બહાર હાજર છે. ટનલમાંથી બહાર આવેલા મજૂરોને મેડિકલ તપાસ માટે ટનલમાં બનેલા અસ્થાયી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યાં છે. 

 

Uttarkashi Tunnel Rescue Live: 10 મજૂરો બહાર આવ્યા
અત્યાર સુધી 10 મજૂરો બહાર આવી ગયા છે. એમ્બ્યુલન્સ ત્યાં હાજર છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બહાર આવી રહેલા મજૂરો સાથે મુલાકાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ ત્યાં હાજર છે. એક સાથે ચાર-ચાર મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. 

ટનલમાંથી પાંચ મજૂરો આવ્યા બજાર
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી 5 મજૂરો બહાર આવી ગયા છે. બાકીના મજૂરોને એક-એક કરીને બહાર લાવવામાં આવી રહ્યાં છે. ટનલની અંદર એનડીઆરએફની 3 ટીમો પણ હાજર છે. 

— ANI (@ANI) November 28, 2023

કયાં રાજ્યોના કેટલા મજૂર

ઉત્તરાખંડ 2

હિમાચલ પ્રદેશ 1

ઉત્તર પ્રદેશ 8

બિહાર 5

પશ્ચિમ બંગાળ 3

આસામ 2

ઝારખંડ 15

ઓડિશા 5

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news